જામનગર મહાનગરપાલિકાએ શહેરના સૌંદર્યકરણ અને ઊર્જા ઉત્પાદન માટે નવતર પહેલ કરી છે. રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં કુલ 1.5 કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું કામ શરૂ કર્યું છે. રણમલ તળાવ પરિસરમાં 15-15 કિલોવોટના બે અને 10-10 કિલોવોટના બે એમ કુલ ચાર સો
.
પાલિકાએ સહેલાણીઓની સુવિધા માટે વધારાનું આયોજન પણ કર્યું છે. રણમલ તળાવ પરિસરમાં એક મોટો ગઝીબો બનાવવામાં આવશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ ગઝીબો બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ એપ્રિલ માસમાં કાર્યરત થશે. વિજ તંત્ર સાથેના કરાર અને અન્ય કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સોલાર ટ્રી વીજળી ઉત્પાદન શરૂ કરશે. આ પ્રોજેક્ટથી શહેરને સુશોભન અને વીજળી એમ બેવડો લાભ મળશે.

