સુરતના આઉટર રીંગરોડ પર સાતમી ફેબ્રુઆરીની રાત્રે નબીરાએ અન્ય યુવક-યુવતી સાથે બેફામ ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જતા બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ ટાટા હેક્સા કાર ચલાવી રહેલો નબીરો કીર્તન ગાયબ છે જ્યારે કારમાં
.
અકસ્માતગ્રસ્ત ટાટા હેક્સા કાર
નબીરાએ અકસ્માત સર્જતા બે સગાભાઈના મોત મળતી માહિતી પ્રમાણે, 7 ફેબ્રુઆરીની રાત્રે લગ્ન પ્રસંગમાંથી 48 વર્ષીય અશ્વિનભાઈ સાપોલિયા અને તેના 42 વર્ષીય નાનાભાઈ કમલેશ સાપોલિયા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે જ ધર્મેશભાઈ જાસોલિયા પત્ની ધર્મિષ્ઠાબેન અને પાંચ વર્ષના પુત્ર યજ્ઞ સાથે લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ બંને પરિવારના સભ્યો બાઈક પર આઉટર રીંગરોડ ખાતે આવેલા વાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નબીરો કીર્તન ડાખરા પૂરપાટ ઝડપે આવ્યો હતો અને ડિવાઈડર કુદાવીને સામેની સાઈડથી આવી રહેલા સાપોરીયા અને જાસોલિયા પરિવારના પાંચ સભ્યોને અડફેટે લીધા હતા. જે પૈકી બંને સગા ભાઈ અશ્વિનભાઈ અને કમલેશ નું મોત નિપજ્યું હતું. ચારે જાસોલીયા પરિવાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી મહિલા અને બાળક બંનેની અલગ ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ ‘પીધેલાએ અકસ્માત કરી મારા દીકરા છિનવી લીધા’
અકસ્માત સર્જાયો ત્યારે કારમાં કીર્તન સહિત ચાર લોકો સવાર હતા મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બાઈકો ઉડી ગયા હતા. જ્યારે ટાટાની હેક્ષા કારને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું. જોકે અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર લોકો સવાર હતા. જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા. જ્યારે વધુ દારૂના નશામાં રહેલો જૈમીશ ભીંગરાડિયા દોડી આવેલા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને દારૂના નશામાં જોતા રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસને યુવક અને લોકોએ સોંપી દીધો હતો. લસકાણા પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી.
![કિર્તન ડાખરા, આરોપી](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/_1739032440.jpeg)
કિર્તન ડાખરા, આરોપી
કીર્તન ડાખરા કાર ડ્રાઈવ કરતો હતો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કારના માલિક મનોજ ડાખરા હોવાનું સામે આવ્યું હતું. અને આકાર તેમનો દીકરો કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી. રાત્રે જ લસકાણા પોલીસ દ્વારા હીરાબાગ ખાતે આવેલા વિઠ્ઠલનગર તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કીર્તન અને તેના પિતા બંને મળી આવ્યા ન હતા. ત્યારબાદ સવારે પણ તેમના ઘરે તપાસ કરવામાં આવી હતી તો કે ત્યારે પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સાથે જ બંને પાસે રહેલા મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે. જેથી તેમને શોધવાના પોલીસે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બે ભાઈઓની સાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયો
કામરેજના ફાર્મમાં દારૂની પાર્ટી થઈ હતી કારમાં સવાર અને લોકોએ પકડીને પોલીસને સોંપેલા જૈમિસ ભીંગરાડિયાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ માં જૈમીસે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ગત સાત ફેબ્રુઆરીના રોજ સવારના સમયે કીર્તન, જૈમિશ, એક યુવતી સહિત આઠ જેટલા યુવાનો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા. જેમાં કાર કીર્તન ડાખરાની હતી. જૈમીશ અને એક યુવતી ઈલેક્ટ્રીક મોપેડ પર ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા હતા. સવારથી સાંજ સુધી આ તમામ આઠ યુવાનોએ દારૂની પાર્ટી કરી હતી અને મોજ મજા કરી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/comp1-ezgifcom-optimize-1_1739032463.gif)
જૈમિશ અને યુવતીનું ઈવી બાઈક બંધ પડતા કારમાં બેઠા હતા રાત્રિ થતા જૈમિશ અને યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરી રહ્યા હતા જ્યારે અન્ય કીર્તન સહિતના યુવાનો કારમાં ઘર તરફ નીકળ્યા હતા. જૈમિસની ઇલેક્ટ્રીક બાઈક રસ્તામાં જ બંધ પડી જતા તેણે કીર્તનને કોલ કર્યો હતો. તેથી કીર્તને કહ્યું હતું કે તમે ત્યાં જ ઊભા રહો અને બાઈક ત્યાં મૂકી દો આપણે કારમાં ઘરે આવી જઈએ. ત્યારબાદ કીર્તન, જૈમીશ, એક યુવતી અને અન્ય એક યુવક કારમાં પરત ફરી રહ્યા હતા. કાર કીર્તન ચલાવી રહ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે વાલક બ્રિજ પર પસાર થતા સમયે કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં જતી રહી હતી. જેમાં સામેથી આવતા બાઈક ચાલકોને અડફેટે લેતા બેના મોત નીપજ્યા હતા.
યુવતી વરાછા વિસ્તારની રહેવાસી ફાર્મ હાઉસમાં એક યુવતી અને સાત જેટલા યુવાનો દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી. જૈમીસે પૂછપરછમાં જણાવ્યા બાદ લસકાણા પોલીસ દ્વારા કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આ ફાર્મ હાઉસમાં બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાત યુવાનો સાથે આવેલી એક યુવતી પણ વરાછા વિસ્તારની અને નોકરી કરી રહી છે. ઘરેથી નોકરી પર જવાનું કહીને અને નોકરી પર કંઈ કામ હોવાનું કહી આ યુવાનો સાથે તે પાર્ટી કરવા ગઈ હતી.
![પોલીસ પકડમાં રહેલો જૈમિશ](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/new-project_1739032476.jpg)
પોલીસ પકડમાં રહેલો જૈમિશ
જૈમિશ સામે દારૂનો કેસ કરવામાં આવ્યો લસકાણા પોલીસ દ્વારા ઝડપાયેલા જૈમીશ સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે.આ સાથે જ તેમની સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરનાર અન્ય યુવકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ સાથે જ કાર ચાલક કીર્તનને ઝડપી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. લસકાણા પોલીસના પી.આઈ કે એન ચાવડા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
શું કહી રહી છે પોલીસ? લસકાણા પીઆઈ કેએ ચાવડાએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર કારમાં એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ આરટીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. કારની સ્પીડ 100 થી 130 વચ્ચે હોવાની સંપૂર્ણ શક્યતા છે. આ બાબતે જૈમીશ અને તેની સાથે રહેલી યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કીર્તન તેમને લઈને ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. જેથી યુવતીએ તેને સ્પીડમાં ન ચલાવવા માટે પણ ટકોર કરી હતી અને અમારે ઘરે પહોંચવાની ઉતાવળ નથી તેવું પણ કહ્યું હતું. જોકે તેને અવગણીને કીર્તને સ્પીડમાં કાર ચલાવવાનું શરૂ રાખ્યું હતું અને આ અકસ્માત સર્જાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસથી પરત ફરતા સમયે અને ચારે અકસ્માત સર્જાયો ત્યારે કારમાં આગળની સાઈડ કીર્તન અને એક યુવક બેસેલો હતો. જ્યારે પાછળની સાઈડ જૈમીશ અને યુવતી બંને બેસેલા હતા. અકસ્માત બાદ કીર્તન અને તેનો મિત્ર પહેલા બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ યુવતી બહાર નીકળી હતી. જોકે જૈમીશ દારૂના નશામાં હોવાથી અને થોડી કપાળના ભાગી ઈજ થઈ હોવાથી ભાગી શક્યો ન હતો અને લોકોએ તેને દારૂના નશામાં જ ઝડપી પાડ્યો હતો. જૈમિશે પણ દારૂ પીધાની કબુલાત આપી છે અને કીર્તનને પણ દારૂ પીધો હોવાનું પણ જણાવ્યું છે. આ સાથે જ અન્ય પાંચ જેટલા એ પણ દારૂ પીધો હોવાનું જૈમીશે કબુલ કર્યું છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/comp-5_1739032495.gif)