નંદાણા ખાતે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે તાજેતરમાં મયુર શૈક્ષણીક સંકુલ ખાતે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ
.
આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમનાં હિનાબેન વાઘેલા દ્વારા બાળકોનાં અધિકારો, જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 તથા બાળકોને સંબંધિત વિવિધ યોજનાઓની માહીતી આપવામાં આવી હતી. રમતગમતમાં રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષાએ વિશિષ્ઠ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે “બેટી બચાવો, બેટી પઢાવો યોજના” અંતર્ગત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મયુર શૈક્ષણિક સંકુલના આચાર્ય મહેશભાઈ કંડોરીયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
રિલાયન્સ દ્વારા જી.જી. હોસ્પિટલને 125 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અવિરતપણે હાથ ધરાતાં સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ કાર્યો અંતર્ગત જામનગરની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલને 125 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને 125 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જુદી જુદી બે પ્રકારની ક્ષમતાનાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૈકી કેટલાંક ઉપકરણોનો સ્થાનિક હોસ્પિટલમાં ઉપયોગ કરવાની અને કેટલાંક પરત કરવાના ધોરણે દર્દીઓને તેમના ઘરે ઉપયોગ કરવા માટે આપવાનું આયોજન ધરાવે છે.