મગોબ ગામમાં આવેલી ગૌચરની જમીન વેચી દેવામાં પ્રકરણમાં જિલ્લા કલેકટર દ્વારા તપાસ શરૂ કરી છે ત્યારે નજીકના દિવસમાં ખોટી રીતે પડેલી કાચી નોંધ રદ્દ કરવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. મગોબ ગામમાં આવેલી જમીન વર્ષો અગાઉ મૂળ માલિક દ્વારા મગોબ ગામ સમસ્
.
તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક રીતે આ જમીનનો વિવાદ ચાલી રહ્યો હોવાનું જણાઈ આવતા કાચી નોંધ રદ કરવાનો હુકમ કરાયો હતો અને તા. 2જી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત આ જમીન બાબતે કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવા અને યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે.સમસ્ત સંસ્થા દ્વારા શરત ભંગ કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું.જે તે સમયે જમીન સરકાર શ્રી કરવા માટેની પણ માંગ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, આ પ્રકરણની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવશે.