- Gujarati News
- Sports
- Cricket
- IPL 2025; GT Vs PBKS Gujarat Vs Punjab In Ahmedabad Narendra Modi Stadium; Shubman Gill Rashid Khan | Shreyas Iyer Yuzvendra Chahal
સ્પોર્ટ્સ ડેસ્ક, અમદાવાદ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી હતી. આમાં, 9 જીત્યા અને 7 હાર્યા. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું હતું. 2022માં તેની પહેલી સીઝનમાં, ટીમે ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 7 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
આજની મેચમાં પોલ પર વોટ કરીને કોણ મેચ વિનર બનશે તે પ્રિડિક્ટ કરો…
મેચ ડિટેઇલ્સ, પાંચમી મેચ GT Vs PBKS તારીખ: 25 માર્ચ સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
ગુજરાત હેડ ટુ હેડમાં આગળ IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. GTએ 3 અને PBKSએ ફક્ત 2 જીત્યા. આ મેદાન પર બન્ને ટીમ બીજી વખત આમને-સામને થશે.

ગુજરાતની બેટિંગ મજબૂત ગુજરાતનો બેટિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મજબૂત છે. ટીમે આ સીઝનમાં જોસ બટલરને સામેલ કરીને ઓપનિંગને મજબૂત બનાવી. ટીમને એક મજબૂત વિકેટકીપિંગ વિકલ્પ પણ મળ્યો. ફિનિશિંગ લાઇન-અપમાં શેરફન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન અને ગ્લેન ફિલિપ્સ જેવા સ્થાપિત ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

પંજાબમાં ઘણા મેચ વિનર્સ પંજાબ પાસે શ્રેયસ અય્યરના રૂપમાં એક સ્થિર કેપ્ટન અને મિડલ ઓર્ડરનો બેટર છે. વાઢેરા, મેક્સવેલ, શશાંક, યાન્સેન અને શેડગે ફિનિશિંગને મજબૂત બનાવી રહ્યા છે. અર્શદીપ, ચહલ, હરપ્રીત બ્રાર, યશ ઠાકુર અને યાન્સેન પણ બોલિંગને મજબૂત બનાવી રહ્યા છે.

પિચ રિપોર્ટ અમદાવાદની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં અહીં 35 IPL મેચ રમાઈ ચૂકી છે. 15માં પ્રથમ બેટિંગ કરનાર અને 20માં ચેઝ કરનાર ટીમ જીતી છે. અહીં સૌથી વધુ ટીમ સ્કોર 233/3 છે, જે ગુજરાત ટાઇટન્સે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. પિચ રેકોર્ડ અને ઝાકળને ધ્યાનમાં રાખીને, ટૉસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
વેધર રિપોર્ટ મંગળવારે અમદાવાદમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર ખૂબ તડકો પડશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. મેચના દિવસે અહીં તાપમાન 24 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, મહિપાલ લોમરોર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, સાઈ કિશોર/ઈશાંત શર્મા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો યાન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
મેચ ક્યાં જોઈ શકો છો? મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે. ટીવી પર પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને નેટવર્ક 18 ચેનલો પર પણ કરવામાં આવશે.