ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ પર અમદાવાદ, જામનગર, મોરબી, અને માળિયામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં વધુ પાંચ સ્થળોએ સર્ચ કરવામાં આવતા પ્રિમાઈસીસની સંખ્યા વધીને 20 થઈ છે. શુક્રવાર સવારથી દેવ ગ્રુપ પર પાડ
.
ગ્રુપનું 200 કરોડનું ટર્નઓવર સૂત્રોના જણાવ્યાનુસાર, દેવ સોલ્ટ પ્રાઇવેટ લી. 30 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલાં છે. દેવ ગ્રપ ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઇઝ, તથા અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલા દેવેન્દ્ર ઝાલા તેમ જ વિમલ કિર્તીભાઇ કામદાર, વિવેક સોમાણી તેમ જ રૂપલ કિરણ વ્યાસને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર, મોરબી, માળિયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ, ઘુમા નજીક તેમ જ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત 15 સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કામગીરીમાં અમદાવાદ, રાજકોટના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા છે. એક અંદાજ મુજબ આ ગ્રુપનું ટર્ન ઓવર 200 કરોડ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.