આયકર વિભાગ દ્વારા સરખેજ વિસ્તારમાં ડોસાણી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં રોકડ, જ્વેલરી મળી આવ્યા છે. આ ઉપરાંત રૂ. 10 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
.
આવકવેરા વિભાગ દ્વારા ડોસાણી ગ્રુપની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તાજેતરમાં સરખેજ વિસ્તારમાં આવેલા કોલસો અને ન્યુટ્રી ફુડના વ્યવસાય સાથે સંકળાયેલા ડોસાણી ગ્રુપની ઓઈસ્ટર ઈન્ટરનેશનલ LLP, બ્લેક ડાયમંડ ટ્રેડ લિન્ક પ્રા. લિ.. ન્યુટ્રી કિંગ્ડમ પ્રા. લિ., વન્ડરલેન્ડ સ્ત્રી LLP અને ગ્રાન્ડ સ્ત્રી પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ડોસાણી ગ્રુપની 3 ઓફિસ અને 3 રહેણાંકના સ્થળોએ મળીને કુલ 6 સ્થળ પર સર્ચ પૂરી કરવામાં આવી છે અને આવકવેરા વિભાગને મળેલા દસ્તાવેજો, ડિજીટલ ડોક્યુમેન્ટ વગેરેની ચકાસણી અને તપાસમાં બોગસ બિલિંગના વ્યવહારો, એકોમોડેશન એન્ટ્રીઓ તેમજ અનસીક્યોર્ડ લોનના વ્યવહારો મળી આવ્યા છે. એટલું જ નહીં પરંતુ બે કરોડની રોકડ તેમ જ દોઢ કરોડની જ્વેલરી મળી આવી છે.
ડોસાણી ગ્રુપની દુબઈમાં રૂ. 5 કરોડની મિલકત હોવાનું તપાસમાં જોવા મળ્યું છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ડોસાણી ગ્રુપના કોઈ બેંક લોકર સીલ કરાયા નથી.