ઘણાં કિસ્સામાં લાભાર્થીના મુળ હપ્તા કરતા પેનલટીની રકમ વધી જતી હતી
Updated: Dec 8th, 2023
અમદાવાદ,શુક્રવાર,8 ડીસેમ્બર,2023
ઔડા દ્વારા ૧૪ આવાસ યોજનાના ૨૫૧૦ લાભાર્થીઓની રુપિયા ૧૯
કરોડથી વધુની પેનલટી માફ કરવા કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.ધણાં
કિસ્સામાં લાભાર્થીઓના મુળ હપ્તા કરતા પેનલટીની રકમ વધી જતી હતી.લાભાર્થીઓને
બાકીના હપ્તા ભરવા ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ઔડા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આર્થિક રીતે નબળા
વર્ગના લોકો માટે વખતો વખત વામ્બે આવાસ
યોજના હેઠળ આવાસ બનાવી લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી.વર્ષ-૨૦૧૩માં પેનલટીની
રકમમાં સો ટકા માફી સાથે વનટાઈમ સેટલમેન્ટ યોજના પણ અમલમાં મુકવામાં આવી
હતી.વસ્ત્રાપુર ખાતે આવેલા વામ્બે આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ખાલી કરવા નોટિસ
આપવામાં આવી હતી.ઘાટલોડીયામાં આવેલ બંસીધર તથા બોડકદેવમાં આવેલ વૃંદાવન આવાસ
યોજનાના લાભાર્થીઓ તરફથી પેનલટી માફ કરવા અંગે ઔડા સત્તાવાળાઓ સમક્ષ રજુઆત કરવામાં
આવી હતી.ઔડાના કારોબારી ચેરમેન ડી.પી.દેસાઈના કહેવા પ્રમાણે, ૧૪ આવાસ યોજનાના
૨૫૧૦ લાભાર્થીઓને ભરવાપાત્ર થતી પેનલટીની રુપિયા ૧૯ કરોડથી વધુની રકમ માફ કરવા
અંગે કારોબારી બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.બાકી નીકળતા હપ્તા ભરવા ત્રણ મહિનાનો
સમય આપવામાં આવ્યો છે.૨૫૧૦ લાભાર્થીઓના રુપિયા ૮ કરોડથી વધુની રકમના હપ્તા ભરપાઈ
કરવાના બાકી હતા.
કઈ આવાસ યોજનાની કેટલી રકમ બાકી
આવાસ યોજના બાકી
હપ્તાની રકમ
ગીરીધર ૨૩૮૨૦૬૦
મુરલીધર ૨૭૮૮૨૦૦
નંદનવન ૪૬૮૦૫૦
બંસીધર ૧૦૦૪૧૮૦
સરદારનગર ૩૦૪૧૭૩૦૦
વ્રજનગરી ૧૧૪૦૩૭૦૦
વ્રજવિહાર ૪૩૭૦૪૦૦
રાણીપ ૧૩૨૭૦૫૦
ગોકુલ ૧૬૩૪૮૦
ગોપાલ-૧ ૧૧૪૭૨૮૩૦
ગોપાલ-૨ ૯૯૮૫૫૦૦
વૃંદાવન-૧ ૪૩૫૭૧૦૦
વૃંદાવન-૨ ૩૯૮૪૨૦૦
વસ્ત્રાપુર ૫૪૪૩૩૫૦