જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી 27 ફેબ્રુઆરીએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કંપનીના તમામ સ્તરના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન કુલ 198 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ક
.
જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન છેલ્લા દસ વર્ષથી વિવિધ બ્લડ બેંક સાથે મળીને નિયમિત રીતે આવા રક્તદાન શિબિરનું આયોજન કરે છે. બ્લડ બેંક અને CSR ટીમે દરેક રક્તદાતાને પ્રમાણપત્ર અને આકર્ષક ભેટ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ રક્તદાન શિબિર સમાજ પ્રત્યેની કંપનીની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.