જુનાગઢ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દિવસીય કેસરિયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક દિવસીય પ્રાચીન ગરબામાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ શહેર ભાજપ દ્વારા આયો
.
કેસરિયા ગરબા કાર્યક્રમમાં જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ,ધારાસભ્ય સંજીય કોરડીયા, જિલ્લા તેમજ શહેર ભાજપ પ્રમુખ તેમજ ભાજપના તમામ કાર્યકર્તાઓ , શહેરના અલગ અલગ જ્ઞાતિ સંગઠનના આગેવાનો તેમજ કલેકટર, એસપી, સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કેસરિયા કરવામાં સાંસદ, ધારાસભ્ય ,ભાજપ પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મન મૂકી ગરબે ઘુમ્યા હતા.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે જુનાગઢ શહેર ભાજપ દ્વારા કેસરિયા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ખેલૈયાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષો ઉલ્લાસથી મા જગદંબાની પૂજા અર્ચના કરી હતી. અત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ સુંદર મજાનું કેસરિયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.