જૂનાગઢની આર.એસ. કાલરીયા પ્રાયમરી સ્કૂલનો વિદ્યાર્થી ઉર્વિક વિશાલભાઈ રાઠોડે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે યોજાયેલી યુથ ગેઈમ ઓલ ઈન્ડિયા નેશનલ લેવલ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.
.
ધોરણ 7માં અભ્યાસ કરતા ઉર્વિકે અંડર-14 કેટેગરીની 1000-500 મીટર ઈનલાઈન સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે બે ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીતી રાજ્ય, જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જૂનાગઢ મહાનગરના પ્રવાસ દરમિયાન ભાજપના ગીરનાર કમલમ કાર્યાલય ખાતે ઉર્વિકનું વિશેષ સન્માન કર્યું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશીયા સહિત પાર્ટીના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિથી માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ઉર્વિકની આ સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.