જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલની બંધ સ્થિતિએ શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને અસર કરી છે. વર્ષ 2022માં સાડા ચાર કરોડના ખર્ચે રિનોવેટ થયેલો આ હોલ એપ્રિલ 2024થી નવા એરકન્ડિશન પ્લાન્ટ માટે બંધ છે.
.
અઢી વર્ષના રિનોવેશન બાદ શહેરીજનોને અર્પણ કરાયેલા આ અત્યાધુનિક હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હતા. છેલ્લા 10 મહિનાથી બાંધકામ શાખા પાસે મંજૂરી માટે દરખાસ્ત પડતર છે. આ સમયગાળા દરમિયાન કોર્પોરેશનને કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
કલાકારો અને આયોજકોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મે 2025 સુધીમાં હોલ ફરી કાર્યરત કરવાની માગણી કરી છે. તેમણે ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટર સહિતના પદાધિકારીઓને પણ આ મુદ્દે ધ્યાન આપવા વિનંતી કરી છે.

દરમિયાન, મજેવડી ગેટ પાસે નવો ટાઉનહોલ બનાવવાની હિલચાલ શરૂ થઈ હોવાના અહેવાલો છે. જોકે, કલાકારોનું માનવું છે કે શહેરના મધ્યમાં આવેલા વર્તમાન હોલને જ કાર્યરત કરવો જોઈએ. હાલ શહેરના કલાપ્રેમીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા અન્ય શહેરોમાં જવું પડે છે.

