ભૂપેન્દ્ર મહેશ્વરી: ભુજના પરા સમાન માધાપર ગામમાં આવનારો કે, રહેનારો કોઇ ભૂલ્યો ન રહે તે માટે જૂનાવાસનું રામરોટી કેન્દ્ર ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારે છે અને દરરોજ અને સંતો, મહંતો, નિરાધાર લોકો રામધૂન બોલીને હરીહર કરે છે. એશિયાના સમૃધ્ધ ગામ માધાપરમાં અનેક
.
વર્ષો પહેલા સ્વ.રામુબેન માવજીભાઇ ચૌહાણે જૂનાવાસના શિવમંદિરના પાછળના ભાગમાં માનવ સેવાની ભાવના સાથે ભૂખ્યાજનોને ભોજન બનાવી ખવડાવવામાં આનંદ વ્યક્ત કરી તેમણે અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. આ સેવા કાયમી ધોરણે ચાલુ રહે તે માટે ગામના કચ્છ ગુર્જર સમાજના સેવાભાવી વડીલો સ્વ.પરષોત્તમ ડાયાલાલ સોલંકી, સ્વ.મોહનભાઇ ચૌહાણ (નાગોર), સ્વ.વિઠ્ઠલભાઇ નાનાલાલ વરૂ, શાંતિલાલ ત્રિવેદી વગેરેએ રામુબાઇ સેવા સમિતિ બનાવી વર્ષો સુધી સેવાની ધુણી ધખતી રાખી હતી. ત્યારબાદ જગ્યાના અભાવે ગામની ઉતરાદે ટેકરીવાળા મહાદેવ મંદિરના સાનિધ્યમાં મંદિર પટાંગણમાં અન્નક્ષેત્રનું બાંધકામ નથુભાઇ શિવજીભાઇ રાઠોડ પરિવાર દ્વારા કરાયું હતું, જે રામુબાઇ સેવા સમિતિને અર્પણ કરાયું હતું.
અહીં વર્ષોથી સેવાકાર્ય અવિરત ચાલુ છે. ગામના સખી દાતાઓ અને કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના મોવડી વિનોદભાઇ સોલંકી, ભરતભાઇ ચાવડા, પરષોત્તમ ભવાનજી સોલંકી, અમૃતબેન વેગડ, નિર્મળાબેન ગુસાઇ વગેરેએ સેવા આપી રહ્યા છે. અહીં દરરોજ અનેક સાધુ-સંતો, નિરાધાર લોકો રામધૂન બોલી હરીહર કરે છે. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ જયંતીલાલ રાઠોડે સેવાકાર્યોની સરાહના કરી હતી.
પ્રસંગોપાત લોકોનું સ્વૈચ્છિક રીતે અન્નદાન કોઇપણ સમાજના લોકોમાં લગ્ન પ્રસંગ, જન્મદિવસ, પુણ્યતિથિ કે, અન્ય કોઇપણ સામાજિક, ધાર્મિક પ્રસંગોએ લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે સેવાભાવનાથી યથાશક્તિ મુજબ ભોજન કરાવવામાં આવે છે.
દરરોજ ભૂખ્યા લોકોને ભોજન સાથે બક્ષીશ અહીં દરરોજ જેટલા લોકો જમતા હોય તેટલા લોકોના ભોજન માટેની રાશન સામગ્રી માધાપર કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના મોવડીઓ, ગામના દાતાઓ વિનોદ પુરૂષોત્તમભાઇ સોલંકી પરિવાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથે-સાથે દરરોજ લોકોને ભોજન સાથે બક્ષીશ પણ આપવામાં આવે છે.
થાળી વગાડતા જ લોકો ભોજન લેવા માટે થઇ જાય છે હાજર આ અન્નક્ષેત્રમાં જમવાનું ચાલુ થાય તે પહેલા થાળી વગાડવવામાં આવે છે, જેથી આસપાસમાં બેઠેલા લોકોને ખબર પડે છે કે, ભોજન શરૂ થઇ ગયું છે, જેથી અહીં દરરોજ ભોજન પીરસાય તે પહેલા થાળી વગાડીને લોકોને બોલાવવામાં આવે છે.