Updated: Dec 31st, 2023
Image Source: Freepik
જામનગર, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં લેડીઝ વેરની દુકાન ધરાવતા એક વેપારીએ પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું મોટરસાયકલ ગણતરીની મિનિટોમાં જ કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
કાલાવડ તાલુકાના મુરીલા ગામના વતની અને કાલાવડ ટાઉનમાં કોર્ટ પાસે સુરજ ફેશન નામની લેડીસ વેર ની દુકાન ધરાવતા વેપારી રાજેશ કુમાર સવજીભાઈ કપુરીયાએ પોતાનો રૂપિયા 25,000ની કિંમત નું બાઈક કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે.
ગઈકાલે બપોરે 1.00 વાગ્યે પોતાનો બાઈક લઈને આવ્યા હતા, અને દુકાન પાસે મૂક્યું હતું. દરમિયાન ગણતરી ની મિનિટોમાં જ કોઈ તસ્કર વાહનની ચોરી કરી લઇ ગયા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.