કમાલપુર ગામના અને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નિવાસ કરતા પટેલ પરિવાર આબલ વૃદ્ધ સભ્યોનો નંદનવન રિસોર્ટમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં આશરે 115 પરિવારના 400થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એકમેકને મળીને પોતાના અંતરના ભ
.
સ્નેહમિલન સમારોહની શરૂઆતમાં માઁ ઉમિયાની આરાધના સાથે કરવામાં આવી હતી. ત્યાર બાદ કમાલપુરનું આવતીકાલનું ભવિષ્ય જે બાળકો અને યુવાનો છે તેમને સાંસ્કૃતિક પ્રોગ્રામ અંતર્ગત વિવિધ બૌદ્ધિક, સાંસ્કૃતિક અને મનોરંજન પૂર્ણ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. જે તમામને પ્રોત્સાહન ઈનામ આાપી તેમનો ઉત્સાહ વર્ધન કરવામાં આવ્યો હતો. બપોરે ભોજન લીધા પછી તમામ લોકો ભેગા મળીને વિવિધ રમત રમીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ખેલદિલીની ભાવના વ્યક્ત કરી હતી.
ત્યાર બાદ વિવિધ સ્કૂલોમાં ભણતા ધોરણ 1થી 12 તેમજ ઉચ્ચ અભ્યાર્થીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામ આપી તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો પણ પ્રોગ્રામ યોજાયો હતો. સન્માન કાર્યક્રમ અંતર્ગત 5,000થી 25,000 રૂપિયા સુધીના આર્થિક દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર કાર્યક્રમની વિવિધ જવાબરાઓ ઉત્સાહી યુવાનોએ સંભાળી હતી.
આ કાર્યક્રમનાં સંચાલનની જવાબદારી જશાભાઈ પટેલ તથા ભાવેશભાઈ પટેલે, મંડપ ડેકોરેશન તથા સાઉન્ડ સિસ્ટમની જવાબદારી પટેલ નીતિનભાઈ, પટેલ હિતેશભાઈ, રમત-ગમત વિભાગની જવાબદારી બીપીન પટેલ, હરેશ પટેલ, ચિરાગ પટેલ, કિશન પટેલ તેમજ હાર્દિક પટેલે સંભાળી હતી. ભોજન વ્યવસ્થાની જવીબદારી નરેશ પટેલ, પટેલ મેહુલભાઈ, પટેલ વિશાલભાઈએ સંભાળી હતી.
અન્ય જવાબદાઓમાં હરેશ પટેલ, મુકેશ પટેલ, ભરત પટેલ, કલ્પેશ પટેલ, જતીન પટેલ વગેરેએ સંમેલનનો ભાર પોતોના ખભે ઉચકીને સ્નેહ મિલન સમારેહને સફળ બનાવ્યો હતો. આ સંપુર્ણ સમારોહની ફોટોગ્રફી હાર્દિક પટેલે સંભાળી હતી. સમારોહને અંતે બીપીન પટેલે આભાર વિધી કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન ગાઈને સમારોહ પૂર્ણ કર્યો હતો. બહેનોએ ગરબાની મજા માણી તથા સાંજે સાત્વિક ભોજન લઈને છૂટા પડ્યા હતા.