સમગ્ર રાજ્ય ઉપરાંત પોરબંદરમાં દર વર્ષે ગાંધી જયંતિથી 31 ડિસેમ્બર સુધી ખાદીની ખરીદી ઉપર 25 ટકા વળતર આપવામાં આવે છે.આ વળતર સમયગાળા દરમ્યાન ગત વર્ષે 68.50 લાખ અને આ વર્ષે 84.50 લાખની ખાદીનું વેચાણ થયું હતું.જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખાદીનો ક્રેઝ
.
રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને પ્રિય એવા ખાદીના ઉદ્યોગ અને આ ઉદ્યોગથી ગુજરાન ચલાવતા પરિવારોને પણને પણ આર્થિક લાભ મળે તેવા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના તમામ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદીની ખરીદી ઉપર 25 ટકાનું વળતર આપવામાં આવે છે.ખાદીના કપડાં સહિતની બનાવટોનું વધુમાં વધુ વેચાણ થાય તેમજ લોકો વધુમાં વધુ ખાદીમાંથી બનાવેલ કપડાંનો ઉપયોગ કરે તેવા હેતુથી આ વળતર જાહેર કરવામાં આવે છે.આ વર્ષે પણ પોરબંદરના ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતેથી પણ ગાંધી જયંતિ એટલે કે 2 જી ઓક્ટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદીની ખરીદી ઉપર 25 ટકા વળતર જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે રૂપિયા 84.50 લાખનું ખાદીનું વેચાણ થયું હતું.પોરબંદરના ખાદી ગ્રામોદ્યોગમાં ગત વર્ષે પણ 25 ટકા વળતર સમયગાળા દરમ્યાન 68.50 લાખનું ખાદીનું વેચાણ થયું હતું.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખાદીનો ક્રેઝ વધ્યો હોય તેમ 16 લાખ રૂપિયાનું ખાદીનું વધુ વેચાણ થયું હતું.
ગત વર્ષે 68.60 લાખ અને આ વર્ષે 84.50 લાખની ખાદી વેચાઇ
યુવાધન માટે અવનવી ખાદી | અગાઉના સમયમાં રાજકિય આગેવાનો તેમજ વયોવૃદ્ધ લોકો જ ખાદીના કપડાં પહેરતા હતા ત્યારે હવે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા યુવાવર્ગ માટે પણ ખાસ વિવિધ કલરો અને ડિઝાઇનમાં શર્ટ, કુર્તા, રૂમાલ,ટુવાલની વેરાઈટી ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી યુવાવર્ગમાં પણ ખાદીનો ક્રેઝ વધ્યો છે.