નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા, સયાજીગંજ 47 અને 20 ખાતે આજે શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી. જેમાં આંગણવાડી , બાલવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા માટે મનોજભાઈ પટેલ (નેતા શાસક
.
પ્રવેશ થયેલ બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યુ. દિવ્યાંગ બાળકી સિફા પઠાણ ને 2000 સ્ટાઈપન્ડ અન્ય દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને શાળાના ત્રણ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન મહેમાનોના વરદહસ્તે કરવામાં આવ્યું. મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા 47 અને 20 ખાતે આજે બાલવાટિકામાં ક્રમશ 26 અને 19 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.