પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ હોસ્ટેલમાં હાલ 180 જેટલી વિદ્યાર્થીનીઓને રહે છે પરંતુ આખી હોસ્ટેલમાં સફાઈ માટે 1 જ સફાઈકર્મીની નિમણૂક કરાઈ છે.આ સફાઈકર્મી પણ રવિવારે રજા પર રહેતા હોવાથી સફાઈ થતી નથી.હોસ્ટેલમાં સફાઈકર્મીના અભાવે પટાંગણમાં ઝાડી ઝાખરા વધ્ય
.
પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલ આવેલ છે.આ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે.હાલ પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ હોસ્ટેલમાં ત્રણ બેચના 180 જેટલી વિદ્યાર્થીનીઓને રહે છે.પરંતુ આ હોસ્ટેલમાં સફાઈ માટે માત્ર 1 જ સફાઈકર્મી ઉપલબ્ધ છે.જેથી હોસ્ટેલમાં પૂરતી સફાઈ થતી નથી.હોસ્ટેલમાં નિમણૂક કરેલ સફાઈકર્મી રવિવારે રજા પર હોય છે ત્યારે હોસ્ટેલમાં સફાઈકર્મીના અભાવે હાલ હોસ્ટેલના બિલ્ડિંગના પટાંગણમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી પટાંગણમાં ઝાડી ઝાખરા વધ્યા છે જેથી ઝેરી સાપ જેવા જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે.
હોસ્ટેલમાં સફાઈકર્મી પોસ્ટ જ નથી
પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલમાં વર્ષો જૂનું મહેકમ છે તેમજ નર્સિંગ હોસ્ટેલમાં પણ વર્ષો જૂનું મહેકમ છે જે મહેકમમાં સફાઈકર્મી જગ્યા જ નથી જેથી હાલ ભાવસિંહજી હોસ્પિટલમાંથી 1 સફાઈકર્મી નિમણૂક કરાઈ છે.