વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ 19,678 સગર્ભા મહિલાએ અલગ અલગ હોસ્પિટલમાં બાળકોને જન્મ આપ્યો છે. જે પૈકી 628 સગીરાઓએ બાળકોને જન્મ આપ્યો છે. વલસાડ જિલ્લામાં આવેલા આદિવાસી વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોમાં ઓછી જાગૃતિ અને જાણકારી
.
ગુજરાત રાજ્યના આદિવાસી પટ્ટા ઉપર આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં પરિવારની બેદરકારી અને અજાગૃતાને લઈને સગીરા લિવ એન્ડ રિલેશનશિપમાં રહે છે. આદિવાસી સમાજના લોકોમાં જાગૃતિના અભાવને લઈને નાની ઉંમરની છોકરીઓને યુવકો પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા વગર સગીરાને રાખીને સગીરાને ગર્ભવતી બનાવતા હોય છે. લગ્ન વિના એક બીજા સાથે રહેવા લાગે છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર રૂપ પ્રશ્ન બની ઉઠ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર માસ સુધીમાં વલસાડ જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં કુલ 19,678 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા છે. જે પૈકી 628 સગીરાઓએ બાળકોને જન્મ આપ્યા છે. ચોંકાવનારા આંકડા સામે આવતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીઓ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
જિલ્લામાં સગીરાને ગર્ભવતી બનાવનાર યુવકો સામે સગીરા કે પરિવારના સભ્યો નક્કર કાર્યવાહી કરવા તૈયાર થતા ન હોવાથી ચોક્કસ કોઈ કાર્યવાહી થતી ન હોવાનું આરોગ્ય આધિકારીએ સ્વીકાર્યું છે. સાથે વલસાડ જિલ્લા બાળ લગ્ન પ્રધીબંધક વિભાગને સમયસર મેળેલી ફરિયાદના આધારે ચાલુ વર્ષે 3 સગીરાઓના લગ્ન થતા અટકાવવામાં સફળતા મળી છે.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર સહિત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ લગ્ન અને નાની ઉંમરની સગીરાને ગર્ભવતી થતી અટકાવવા જાગૃતિના ઘણા કાર્યક્રમો ચાલુ વર્ષ દરમ્યાન કરવામાં આવ્યા છે. કપરાડા અને ધરમપુર ખાતે ચાલુ વર્ષ દરમિયાન 50 જેટલા જન જાગૃતિના કાર્યક્રમો બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના આગ્રણીઓને સગીરાને લગ્ન પહેલા લીવ એન્ડ રિલેશનશિપમાં રહેતા અટકાવવા જાગૃત પણ કરવામાં આવે છે.
બાળ લગ્ન અટકાવવા અને સગીરાઓને ગર્ભવતી થતા અટકાવવા જાગૃતિ સાથે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે. તેમ છતાં જાગૃતિનો મોટા ભાગે અભાવ આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.