હિંમતનગરમાં મકરસંક્રાંતિના પાવન પર્વે લક્ષદ્વીપ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પતંગ ચગાવીને ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પતંગ ચગાવવાનો શોખ ધરાવતા પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમના પરિવાર અને જૂના મિત્રો સાથે મળીને આ તહેવારની
.
કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસક પટેલની હાજરીએ સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે પ્રફુલ્લ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વર્ષ 2025માં દમણ-દીવ અને લક્ષદ્વીપ સહિતના સંઘપ્રદેશનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં લક્ષદ્વીપમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પર્યટન વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ છે, જે આ પ્રદેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.