સુરતમાં ડ્રગ્સના ગેરકાયદે વેપારને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત રાંદેર પોલીસે મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ જમીન દલાલી, કાપડ વેપા
.
છપામારી દરમિયાન ઝડપાયેલા આરોપીઓ પોલીસને મળેલી બાતમીના આધારે રાંદેર રામનગર વિસ્તારમાં ક્રિષ્ણા કોમ્પલેક્સમાં છાપો મારવામાં આવ્યો હતો, ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ રાવલ (ઉ.વ. 51) – જમીન દલાલી, ગુલામરસુલ મોહમદઅયુબ શેખ (ઉ.વ. 35) – જુના કપડાનો વેપાર,ઉમર યુસુફ શેખ (ઉ.વ. 38) – ઈલેક્ટ્રીશિયન, અકીલા સમીર મલેક (ઉ.વ. 28) – પાર્લર વ્યવસાય શામેલ છે. પોલીસે કુલ 6.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, 50.44 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, બજાર કિંમત ₹5,04,400, 82,150/- રોકડ, જે ડ્રગ્સ વેચાણમાંથી મળ્યા હતા. સાથે 8 મોબાઈલ ફોન, કિંમત 68,200 છે
ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ જીતેન્દ્ર રાવલ અગાઉ 307, 120(B), 506(2) જેવા ગંભીર કેસોમાં સંડોવાયેલ છે.ઉમર શેખ સામે અગાઉ NDPS એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે.અકીલા મલેક પણ અગાઉ NDPS કેસમાં ઝડપાઈ ચુકી છે.પોલીસે NDPS એક્ટની કલમ 8(સી), 22(સી), 29 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ લોકોના નામ બહાર આવી શકે છે.
સુરતમાં રત્નકલાકાર પાસેથી 10,000ની નકલી નોટો ઝડપાઈ ઉધના બેંક ઓફ બરોડા શાખામાં એક રત્નકલાકાર દ્વારા ગોલ્ડ લોન ભરવા લાવવામાં આવેલી રકમમાંથી 10,000ની નકલી નોટો મળી આવતા હલચલ મચી ગઈ.આરોપી રવિ ગોરધન ગોળકીયા (રહે. હરીદર્શન સોસા, સિંગણપોર) એ ઉછીના પૈસાથી બેંક લોન ભરવા જઈ ચૂક્યો હતો, પણ બેંકના ડીટેક્શન મશીનમાં 500ની 20 નોટો બોગસ હોવાનું ખુલ્યું. નોડલ અધિકારી અવધેશ શર્માએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીની ધરપકડ કરી અને કોર્ટમાંથી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો.પોલીસ તપાસમાં રવિએ આ નોટો મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા પૈસામાંથી આવ્યા હોવાનું કહ્યું છે. હાલમાં નકલી નોટો ક્યાંથી આવી અને કોણે આપી તે અંગે તપાસ ચાલી રહી છે.