– મામલતાદરના હુકમ બાદ ગુનો દાખલ
– સરકારી જમીન પર ગામના શખ્સે ગેરકાયદેસર દબાણ કર્યાની અરજી કરી હતી
ચુડા : ગોખરવાળા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા ચુડા પોલીસે એક શખ્સ વિરૃદ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો છે. ચુડા મામલતદારે તપાસ કરી ચુડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરાવ્યો હતો.
ચુડા તાલુકાના ગોખરવાળા ગામે રહેતાં જાદવભાઈ કરશનભાઈ બારૈયાએ ચુડા મામલતદારને ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થતાં લેખિત અરજી કરી હતી. અરજીમાં જાદવભાઇએ જણાવ્યું હતું કે ગોખરવાળા ગામે સીમ જમીનની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગામના અરવિંદ આલજીભાઈ સોલંકીએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને પોતાના અંગત ફાયદા માટે જમીનમાં બિન અધિકૃત રીતે મંજુરી લીધા વગર ગેરકાયદેસર દબાણ કર્યું છે.
આ અરજી પર ચુડા મામલતદારે તપાસ હાથ ધરી હતી. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર અરવિંદ સોલંકી વિરૃદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરાવ્યો હતો. ચુડા પોલીસે અરવિંદ સોલંકી વિરૃદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.