ગોધરામાં એક અભૂતપૂર્વ તબીબી સિદ્ધિ હાંસલ થઈ છે. એ.કે. મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ. મિકીર સોનીએ જટિલ લટારજેટ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
.
દર્દી હબીબ ખોખાવાલાને છેલ્લા પાંચ વર્ષથી જમણા ખભાની ગંભીર સમસ્યા હતી. તેનો ખભો ત્રણ વખત ઉતરી ગયો હતો. સાંધો એટલો ઢીલો પડી ગયો હતો કે તેઓ જાતે જ ખભો બેસાડી દેતા હતા.
ડૉ. સોનીએ તપાસ દરમિયાન જોયું કે દર્દીની ખભાની કટોરી ઘસાઈને નાની અને છીછરી થઈ ગઈ છે. આ કારણે ખભાનો બોલ વારંવાર ખસીને બહાર આવી જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે લટારજેટ ઓપરેશનની જરૂર હતી.
આ પ્રકારની સર્જરી અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ માત્ર મગણ્ય ડૉક્ટરો જ કરે છે. ડૉ. સોનીએ જોઈન્ટ રિપ્લેસમેન્ટની વિશેષ તાલીમ લંડન (UK)માં મેળવી હતી. તેમના આ કૌશલ્યના કારણે દર્દીને ગોધરામાં જ સફળ સારવાર મળી શકી.
આ સર્જરી ગોધરા માટે એક ઐતિહાસિક ઘટના છે. આ સફળતા સાથે શહેરમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધી છે.