ભરૂચ જીલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે તે સુચનાઓ અન્વયે જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા. આ સમય દરમ્યાન આજ રોજ LCB પીએસઆઈ એમ.એમ.રાઠોડની ટીમ રાજપારડી નગરમાં પેટ્રોલીંગમ
.
સાત જુગારીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ આ માહિતીના ટીમે સારસા ગામની મધુમતી ખાડીના કિનારે ખુલ્લી જગ્યામાં જુગાર સ્થળ રેઈડ કરીને સુનિલ ગૌતમભાઇ વસાવા,હસમુખ અમથાભાઇ માછીં સતીષ કાલીદાસભાઇ વસાવા,સુનીલ અશોકભાઇ વસાવા,વિશાલ રમેશભાઈ વસાવા,સુરેશ પુનીયાભાઇ વસાવા અને સુરેશ શીવજીભાઇ વસાવા ને ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.13,060 તથા મોબાઇલ ફોન નંગ 06 કિ.રૂ.16, 500 તથા ઇલેકટ્રીક બેટરી નંગ-01 કી.રૂ.500 મળી કુલ કી.રૂ.30,060 ના મુદ્દામાલ સાથે સાત જુગારી ઓને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.