ટ્રાફિક બ્રિગેડના જવાને જ્યારે નિયમોનું પાલન કરવાની વાત કરી અને જણાવ્યું કે, જનતા શું વિચારશે, ત્યારે મહિલા PIએ કહ્યું કે તેઓ પોલીસ વિભાગમાં છે અને જનતાને માત્ર એટલું જ કહેવાનું કે તેઓ તેમના સાહેબ હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં લો
.
ટ્રાફિક બ્રિગેડના જવાને મહિલાને રોકતા મહિલાએ કહ્યું કે, કોણ છે જાડેજા સાહેબ છે કે હુંબલ સાહેબ? ટ્રાફિક બ્રિગેડના જવાને કહ્યું બંને છે. ત્યારે આ મહિલાએ કહ્યું કે, હું બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઇ છું, માપે રહેજે,
ત્યારબાદ મહિલાએ ટ્રાફિક બ્રિગેડના જવાનને આર્ગ્યુમેન્ટ કરવાની ના કહી કહ્યું કે હું તમને મારું નામ આપું છું તો તમે મને કેમ કહી શકો કે કે આમ છે તેમ છે. પબ્લિક ને કેમ જવાબ દેવા એ તમને ખબર છે
ટ્રાફિક બ્રિગેડ જવાન: બેન નિયમ સામું તો તમે જોવ
મહિલા પીઆઈ: આપણે પોલીસમાં છીએ તો તમે આટલું નથી ચલાવતા
ટ્રાફિક બ્રિગેડ જવાન: તો પબ્લિક જોવે તે શું વિચારે.
મહિલા પીઆઈ,: પબ્લિકને કહી દેવાનું એ અમારા સાહેબ હતા. નથી ખબર તમને કેમ પબ્લિકને જવાબ આપો એ. કે હું કહું હુંબલ સરને.
મહિલા PIએ બેગમાંથી પાકીટ કાઢ્યું
ત્યારે ટ્રાફિક બ્રિગેડ જવાન મહિલા પીઆઈને બહેન કહેતા તેને કહ્યું હતું કે, બહેન બોલમાં હું સાહેબ છું. તારી, ખબર પડે છે તને. થોડીવાર બાદ મહિલા પીઆઈએ પોતાનો બેગ કાઢી તેમાંથી તેનું આઈકાર્ડ બતાવી કહ્યું, આ જોઈ લે પહેલા પછી બોલ. ફોટો પાડી લે અને ત્યારબાદ બંને ટ્રાફિક બ્રિગેડના જવાનોના નામ પૂછવા લાગ્યા હતા.
મહિલા પીઆઈએ ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે કરેલી દબંગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે તો આ વીડિયોને લઇ લોકો ટ્રાફિક બ્રિગેડ જવાના ફરજની કામગીરીને બિરદાવી રહ્યા છે.
પાકીટમાંથી મહિલા PIએ આઈકાર્ડ કાઢીને બતાવ્યું હતું