Tharad News : બનાસકાંઠામાં ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરીને છેતરપિંડી કરાય હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે લકી ડ્રોની ટિકિટનું વેચાણ કરીને છેતરપિંડી કરનારા બે આયોજક સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે.
આ રીતે થતી લકી ડ્રોમાં છેતરપિંડી
પોલીસ ફરિયાદ મુજબ, થરાદના ડેડુવા ગામ ખાતે સુમારપુરી ગૌશાળાના લાભાર્થે કેટલાક શખસોએ ડ્રોનું આયોજન કર્યું અને જેમાં લોકોને લોભામણી લાલચ આપીને 299થી 399 સુધીમાં ટિકિટનું વેચાણ કર્યુ હતું. જેમાં એક હજાર ટિકિટના વેચાણ બાદ આયોજકો પોતાની પાંચ હજાર ટિકિટો ઉમેરી દેતા હોવાથી કોઈને ઈનામ લાગતું ન હતું. આમ લકી ડ્રોની ટિકિટ ખરીદનારાને ડ્રો ન લાગે તેવા આયોજન પૂર્વક સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવતું હતું.
ગૌશાળાના નામે લકી ડ્રો વહેચીની કરતા ડાયરો
થરાદમાં લકી ડ્રો રાખીને પાંચ શખસો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી. જેમાં ગૌશાળાના નામે આ શખસો લકી ડ્રો ચલાવતા હતા. જેમાં ડ્રોની ટિકિટના વેચાણમાં થતી આવકમાંથી ગૌશાળાના નામે ડાયરાનું આયોજન કરવામાં આવતું અને ડ્રો વિજેતા પાસેથી ગૌશાળા માટે દાન પણ લેવામાં આવતું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જ્યારે આવી કોઈ લોભામણી જાહેરાતનો ભોગ બનાવાથી બચવા માટે સજાગ રહેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: જામીન મળ્યા બાદ પાયલ ગોટી થઈ જેલ મુક્ત, બહાર આવી કહ્યું, ‘સત્યમેવ જયતે’
મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટના અંગે ગૌશાળના સંચાલકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘ગૌશાળામાં ડ્રો થયો હતો. જેમાં ગાયના નામ ડ્રોના વ્યવહારો અને ફ્રોડ થયું. જેમાં ગૌશાળાને 35 લાખ ભાગ્યે આવ્યા હતા.’