સોમનાથ મંદિર ટ્રસ્ટે મહાશિવરાત્રી પર્વે એક અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવામાં 3.56 લાખથી વધુ ભક્તએ ભાગ લીધો હતો.
.
હવે ટ્રસ્ટ દ્વારા આ તમામ ભક્તોને ઘરે પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય પોસ્ટ વિભાગના 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફતે ભક્તોને ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર સાથેનું વિશેષ એન્વેલપ મોકલવામાં આવશે.

આ કાર્યમાં રોજના 100 જેટલા સ્થાનિક યુવક-યુવતીઓ એન્વેલપ તૈયાર કરવાની સેવામાં જોડાયા છે. આજે સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ તબક્કામાં 70 હજાર કવરોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી. જાડેજાએ પ્રથમ કવરોના જથ્થાને પ્રસ્થાન કરાવ્યું હતું.






