રાજ્યમાં ઉતરાયણ તહેવાર પર અનેક ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગ દોરીના કારણે અકસ્માત સર્જાતા હોય છે. જેમાં ઘણીવાર લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે મહીસાગર પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોની સલામતી માટે વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે.
.
મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ પતંગ દોરીના અકસ્માત અટકાવવાના હેતુસર ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા લુણાવાડા મહિલા પોલીસ ચોકી સામે હાઇવે માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનો પર પીઆઇ કે.કે.બુવડ અને પોલીસ જવાનો દ્વારા સેફ્ટી ગાર્ડ લાગવી ચાલકોને ગુલાબનું ફૂલ આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસના આ સેવાકાર્યથી વાહન ચાલકો પણ પોલીસના કાર્યની પ્રશંસા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.