Updated: Dec 13th, 2023
– મહુવા પાલિકાની સાધારણ સભા પૂર્વે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
– છુટ્ટા કરવાના મામલે સફાઇ કર્મીઓએ ચલાવેલાં આંદોલનના પગલે પ્રમુખે કામદારોને પરત લેવા ખાતરી આપી હતી
મહુવા : મહુવા નગરપાલિકાના ૯૦ જેટલા સફાઇ કામદારોને છુટા કરાયા બાદ આંદોલન ઉગ્ર બનતા પ્રમુખે પરત લેવાની મૌખિક ખાતરી અપાઇ હતી. જોકે આ વચન પર વિશ્વાસ નહીં બેસતા કામદારોએ આજે પાલિકાની જનરલ સભામાં હલ્લાબોલની ચિમકી અપાતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે સભામાં લઘુતમ વેતન આપવાનો નિર્ણય થતા સમગ્ર મામલો થાળે પડયો હતો.
મહુવા શહેરમાં નગરપાલિકા દ્વારા નેવું જેટલા સફાઈ કામદારોને અચાનક છુટા કરીને સફાઈ નો પ્રાઇવેટ કોન્ટેક આપવામાં આવ્યો હતો જે ને લઈ ૯૦ જેટલા સફાઈ કામદારોની રોજી રોટી છીનવાઈ ગઈ હતી. ઉક્ત બાબતના પગલે સફાઈ કામદારો દ્વારા ૧૨ થી ૧૫ દિવસ સુધી આંદોલન કરવામાં આવ્યું હતું. અને નેશનલ હાઈવે ચકાજામ કરતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતુંત્યારબાદ મહુવા ધારાસભ્ય એને નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ સફાઈ કામદારોને પરત લેવા મૌખિક વચન આપ્યા બાદ આ ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો હતો
પરંતુ કહી શકાય કે પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા આ સફાઈ કામદારોને પરત લેવામાં આવશે તેવું મૌખિક વચન આપવામાં આવ્યું હતું. પરંતુ આંદોલન કરી રહેલ સફાઈ કામદારોને મહુવા પ્રશાસન પર જરા પણ વિશ્વાસ ન હતા. જેથી આજરોજ મહુવા નગરપાલિકાની જનરલ સભામાં આ સફાઈ કામદારો દ્વારા હલા બોલ કરવામાં આવશે તેવી ચીમકીને લઈ આજ સવારથી જ મહુવા નગરપાલિકાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જાકે આ જનરલ સભામાં આ સફાઈ કામદારોને સરકારના નિયમ પ્રમાણે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી મામલો થાળે પડયો હતો.