સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26નું રૂ. 201.26 કરોડનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભવનવાઈઝ વાર્ષિક બજેટમાં વિદ્યાર્થી દીઠ કરવામાં આવતા ખર્ચમાં મોટી અસમાનતા સામે આવી છે. યુનિવર્સિટીનું નેનો સાયન્સ ભવન એવું છે કે, જ્યાં વાર્ષિક વિદ્ય
.
અંગ્રેજી ભવનમાં વર્ષે વિદ્યાર્થી દીઠ માત્ર રૂ. 5,677નો ખર્ચ જ થાય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેનો સાયન્સ ભવન કે જ્યાં ગત વર્ષે માત્ર 3 જ વિદ્યાર્થીઓના એડમિશન થયા તેનુ વાર્ષિક બજેટ રૂ. 33,87,500નું છે એટલે કે અહીં વિદ્યાર્થી દીઠ દર વર્ષે 11.29 લાખનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે અંગ્રેજી ભવનમાં વર્ષે વિદ્યાર્થી દીઠ માત્ર રૂ. 5,677નો ખર્ચ જ થાય છે. ગત વર્ષે લાયબ્રેરી સાયન્સ અને ઇલેક્ટ્રોનિક ભવનમાં 4, લો માં 21, આંકડાશાસ્ત્રમાં 22, ઇતિહાસમાં 25 તો પત્રકારત્વ અને સાયન્સ ભવનમાં માત્ર 32 વિદ્યાર્થીઓના જ એડમિશન થયા છે.
કેટલાક ભવનોમાં વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ માટે જ જતા નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયન્સ સિવાયના મોટા ભાગના ભવનો એવા છે કે, જ્યાં દર વર્ષે એડમિશન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. રાજકોટ સહિત 5 જિલ્લાના 2.50 લાખ વિદ્યાર્થીઓ માટે એક માત્ર સરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. અહીં આવેલા 29 જેટલા ભવનોમાં ગ્રાન્ટ ઈન એડ અને સેલ્ફ ફાયનાન્સ ધોરણે અલગ-અલગ કોર્સ ચાલે છે. દર વર્ષે આ ભવનોમાં વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ તેમજ તેઓના ડેવલોપમેન્ટ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ, તેમાં કેટલાક ભવનોમાં વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ માટે જ જતા નથી.
ઇન્ટેક કેપેસિટીથી 50 ટકાથી વધુ સીટ ખાલી રહે છે મહત્વની વાત એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કાયમી 60 જેટલા અઘ્યાપકો મહિને અઢી લાખ જેટલો પગાર મેળવતા હોય છે પરંતુ, તેની સામે કેટલાક ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. ઇન્ટેક કેપેસિટીથી 50 ટકાથી વધુ સીટ ખાલી રહે છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં ભણવા માટે વિદ્યાર્થીઓને રસ ઘટતો જાય છે. જેને કારણે જ એક સમયે ગુજરાત રાજ્યની સૌપ્રથમ A ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે B ગ્રેડમાં આવી ગઇ છે. યુનિવર્સિટીમાં આવેલા ભવનોમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અને કથળતા શિક્ષણના સ્તરને સુધારવા માટે નવનિયુક્તિ કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કાયૅકારી કુલસચિવ ડૉ. રમેશ પરમાર મનોમંથન કરે તે જરૂરી છે.
201.26 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી ફાયનાન્સની બેઠકમાં રૂ. 12.58 કરોડની પુરાંત સાથેનું રૂ. 201.26 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ માટે રૂ. 5 કરોડ, NEP 2020ના અમલીકરણ માટે રૂ. 90 લાખ, ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબ માટે રૂ. 70 લાખ તો રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે રૂ. 40 લાખથી વધુ રકમનો ખર્ચ કરવાનો નિર્ધાર કરાયો છે. જેમાં 10 લાખના સાધનોની ખરીદીની ડિમાન્ડ રાખવામાં આવી છે પરંતુ, અગાઉ ખરીદવામાં આવેલા સાધનો ધૂળ ખાય છે. મેદાનો વેરાન બન્યા છે તેનુ શું? તે સવાલ ઉપસ્થિત થયો છે. જ્યારે યુનિવર્સિટી ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર માટે રૂ. 7 લાખનો ખર્ચ કરશે.
નેશનલ લેવલ પર વિધાર્થીઓ આગળ આવે તે માટે સ્પોર્ટ્સનું બજેટ વધાર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટનું કુલ કદ રૂ.201.26 કરોડ છે. જેમાં સરકારી ગ્રાન્ટ તથા સ્વભંડોળની આવક ખર્ચનો સમાવેશ થાય છે. આ બજેટ રૂ.12.58 કરોડની પુરાંત સાથે રજુ કરવામાં આવેલ છે. યુનિવર્સિટી વિકાસ ફંડ હેઠળ વિધાર્થીઓને લગત પ્રવૃતિ માટે તેમજ અન્ય પ્રવૃત્તિ માટેના અંદાજો. સરકારમાં ફરજ બજાવતા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ 3 (ત્રણ) અને 4 (ચાર)ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચુકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબને યુનિવર્સિટીના વિકાસ ફંડમાંથી ઉચ્ચક નાણાકીય સહાયનું ચુકવણું ADHOC FINANCIAL ASSISTANCE બજેટ હેડ હેઠળ રૂ.70 લાખ મંજુર કરવામાં આવેલ છે. NEP – 2020ના વધુ અસરકારક અમલ માટે કુલ રૂ.90 લાખની ફાળવણી કરેલ છે. સ્પોર્ટ્સમાં વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તથા નેશનલ લેવલ પર વિધાર્થીઓ આગળ આવે તે માટે સ્પોર્ટ્સનું બજેટ વધારવામાં આવેલું છે.
ભવન | 2024/25 | 2025/26 | વિદ્યાર્થીઓની સંખ્યા | વિદ્યાર્થી દીઠ વાર્ષિક ખર્ચ |
બાયોસાયન્સ | 81,37,700 | 98,87,700 | 42 | 2.35 લાખ |
ફિઝિકસ | 62,46,800 | 62,46,800 | 36 | 1.73 લાખ |
આંકડાશાસ્ત્ર | 60,93,500 | 62,93,500 | 22 | 2.86 લાખ |
કેમેસ્ટ્રી | 52,91,000 | 52,91,000 | 98 | 53,989 |
નેનો સાયન્સ | 33,87,500 | 33,87,500 | 3 | 11.29 લાખ |
ઇલેક્ટ્રોનિક્સ | 24,22,000 | 24,22,000 | 4 | 6.05 લાખ |
પત્રકારત્વ | 19,10,000 | 19,10,100 | 32 | 59,690 |
હોમ સાયન્સ | 18,15,400 | 18,15,400 | 32 | 56,731 |
MBA | 12,73,500 | 12,73,500 | 94 | 13,547 |
મનોવિજ્ઞાન | 8,95,000 | 8,95,000 | 56 | 15,982 |
મેથેમેટિક્સ | 8,91,500 | 8,91,500 | 50 | 17,830 |
ઇતિહાસ | 7,60,000 | 7,60,000 | 25 | 30,400 |
હિન્દી | 7,28,500 | 7,83,500 | 58 | 13,508 |
કોમર્સ | 7,00,000 | 7,00,000 | 51 | 13,725 |
અર્થશાસ્ત્ર | 6,71,000 | 6,97,000 | 56 | 12,446 |
હ્યુમન રાઇટ્સ | 6,44,000 | 13,48,000 | 23 | 58,608 |
એજ્યુકેશન | 6,26,500 | 6,26,500 | 37 | 16,992 |
ગુજરાતી | 4,45,640 | 4,45,640 | 49 | 9,094 |
લો | 3,87,000 | 4,23,000 | 21 | 20,142 |
લાયબ્રેરી સાયન્સ | 3,57,500 | 3,57,500 | 4 | 89,375 |
અંગ્રેજી | 3,35,000 | 3,35,000 | 59 | 5,677 |
MCA | 4,45,500 | 4,45,500 | 68 | 6,551 |
તત્વજ્ઞાન | 4,73,100 | 4,73,100 | 4 | 1.18 લાખ |
સંસ્કૃત | 4,88,500 | 13,37,250 | 45 | 29,716 |
સમાજશાસ્ત્ર | 3,53,850 | 9,56,900 | 51 | 18,762 |
- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- યુનિવર્સિટીના કાર્યક્રમો – રૂ. 40 લાખ
- રમત ગમતના સાધનો – રૂ. 10 લાખ
- સ્ટુડન્ટ અવેરનેસ પ્રોગ્રામ – રૂ. 10 લાખ
- સ્ટુડન્ટ ડેવલપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ અને અન્ય પ્રવૃત્તિઓ – રૂ. 20 લાખ
- અવસાન પામનાર વિદ્યાર્થીઓના કુટુંબને આપવામાં આવતી રકમ – રૂ. 15 લાખ
- યોગા કેમ્પસ અને અન્ય પ્રવૃતિઓ – રૂ. 2 લાખ
- યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ખર્ચ – રૂ. 20 લાખ
- યુનિવર્સિટીમાં SHODH એટ્લે કે પીએચડી ના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ખર્ચ – રૂ. 1 લાખ
- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ડેવલપમેન્ટ ફંડ ખર્ચ – રૂ. 5 લાખ
- બ્લડ ડોનેશન કેમ્પ – રૂ. 1 લાખ
- દિવ્યાંગો માટેની પ્રવૃત્તિઓ – રૂ. 10 લાખ
- થેલેસેમિયા મેજર વિદ્યાર્થીઓ માટે – રૂ. 1 લાખ
- સ્ટુડન્ટ ફેલોશીપ – રૂ. 10 લાખ
- યુનિવર્સિટીના ભવનોમાં સેમિનાર અને કોન્ફરન્સ – રૂ. 25 લાખ
- કેરિયર એન્ડ કાઉન્સિલ સેલ – રૂ. 4 લાખ
- રેમેડીયલ કોચિંગ સેન્ટર – રૂ. 4 લાખ
- SC/ST NET કોચિંગ સેન્ટર – રૂ. 4 લાખ
- અલગ-અલગ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે – રૂ. 5 લાખ
- સ્પોર્ટ્સ ફેસીલીટી – રૂ. 25 લાખ
- ફિઝિકલ ડિસેબલ ટોયલેટ બ્લોક – રૂ. 40 લાખ
- મહિલાઓ માટેનો યોગા હોલ – રૂ. 2 લાખ
- ઈ-કન્ટેન્ટ માટે રેકોર્ડિંગ સ્ટુડિયો – રૂ. 20 લાખ
- સપોર્ટ ટુ કોલાબોરેટિવ રિસર્ચ એટલે કે એકબીજાના સહયોગથી થતા સંશોધન માટે – રૂ. 5 લાખ
- ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ માટે સુવિધા – રૂ. 5 લાખ
- યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન /ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માન્ય અલગ અલગ મોક પ્લેટફોર્મ માટે ઇ કન્ટેન્ટ તૈયાર કરવા – રૂ. 7 લાખ
- અંતરિયાળ સ્થળો માટેના ઇ રિસોર્સ – રૂ. 7 લાખ
- વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ફોર કન્ટેન્ટ ડીલેવરી – રૂ. 3 લાખ
- ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની સુવિધા અને તેના મેન્ટેનન્સ માટે – રૂ. 25 લાખ
- NAAC ( નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલ ) – રૂ. 20 લાખ
- NEP ( નેશનલ એજ્યુકેશન પોલીસી) ની પ્રવૃત્તિઓ – રૂ. 40 લાખ
- NEP ( નેશનલ એજ્યુકેશન પોલીસી) ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સુવિધાઓ – રૂ. 50 લાખ
- ઇન્ડિયન નોલેજ સિસ્ટમ – રૂ. 10 લાખ
- MoU સંલગ્ન પ્રવૃત્તિઓ – રૂ. 5 લાખ
- VAK જનરલ પબ્લિકેશન – રૂ. 5 લાખ
- યુનિવર્સિટીના અધ્યાપકો માટે રિસર્ચ અને ડેવલપમેન્ટની પ્રવૃત્તિઓ – રૂ. 50 લાખ
- યુનિવર્સિટીના અધ્યાપકોના પબ્લિકેશનનો ખર્ચ – રૂ. 10 લાખ
- યુનિવર્સિટીના અધ્યાપકો કોન્ફરન્સ અને સેમિનારમાં ભાગ લે તેનો ખર્ચ – રૂ. 10 લાખ
- ERP ( એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) – રૂ. 5 કરોડ
- ઇન્ટરનેટ લીઝ લાઈન ખર્ચ – રૂ. 10 લાખ
- SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી) સ્ટાફનો પગાર અને ઇન્ફીબેશન સેન્ટરના ડેવલોપમેન્ટ માટે ફંડ – રૂ. 40 લાખ
- ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર – રૂ. 7 લાખ
- નેચરલ કલેમિટી રિલીફ ફંડ – રૂ. 20 લાખ
- સ્ત્રી સશક્તિકરણને લગતી પ્રવૃત્તિઓ માટે – રૂ. 5 લાખ
- વાયબ્રન્ટ ગુજરાતને લગતી પ્રવૃત્તિઓ માટે – રૂ. 10 લાખ
- એલ્યુમની એક્ટિવિટી – રૂ. 5 લાખ
- પર્યાવરણ જાગૃતિ પ્રોગ્રામ – રૂ. 5 લાખ