શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્લા ગામમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે. લગ્નસરાની સીઝન દરમિયાન રહીશોની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરોએ એક જ વિસ્તારમાં 6 બંધ મકાનોને નિશાન બનાવ્યા છે.
.
તસ્કર ટોળકીએ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરી અને કબાટમાંથી કુલ 9 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદી અને રોકડ રૂપિયા 1 લાખની ચોરી કરી હતી. ચોરોએ ઘરનો સંપૂર્ણ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
શામળાજી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તસ્કરોએ આ ચોરી માટે અગાઉથી રેકી કરી હોવાનું અનુમાન છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી ચોરીઓને ધ્યાનમાં રાખી પોલીસે પેટ્રોલિંગ વધારવા સાથે તસ્કરોને પકડવા વિશેષ ટીમની રચના કરી છે.