મોરબી શહેરમાં જાહેર સ્થળે અશ્લીલ હરકત કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કન્યા છાત્રાલય રોડ પર સુપર માર્કેટ નજીક નવા બસ સ્ટેશનની પાછળ એક શખ્સે જાહેરમાં બિભત્સ ચેષ્ટાઓ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
.
એક યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ ઘટનાની જાણ કરી હતી. વીડિયો વાઇરલ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે સનાળા બાયપાસ ગોકુલનગર જોધાણીની વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અશ્વિન મૂળજીભાઈ ચાવડાની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 296(એ) અને જીપી એક્ટની કલમ 110, 117 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.