વાલોડ તાલુકાના બુહારી ખાતે એક કોમ્પ્લેક્સની સામે વાલોડ બુહારી માર્ગ પર 16 ફેબ્રુઆરીના રોજ 15 મીટરની હદમાં પાણીની લાઈન લીકેજ થતા ખોદકામ દરમિયાન માટી ધસી પડતા યુવાન માટીમાં દબાઈ જતા મોત નીપજ્યું હતું. બનાવમાં મંગળવારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, વ્યાર
.
બુહારી ખાતે 16/2/25ના રોજ વાલોડ બુહારી માર્ગ ઉપર બજરંગ સૌ મિલની સામે એક શોપિંગ સેન્ટરની હદમાં પાણીની લાઈન લીકેજ હોવાથી મરામત કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન 20 ફૂટ ઊંડો ખાડો ખોદી કામગીરી હાથ ધરાઈ હતી. જે ખાડામાં ઉતરેલા યુવક તેજસ જગદીશ કોંકણી ( 25) ખાડાની અંદર કામ કરી રહ્યો હતો. દરમિયાન માટી ધસી પડતા યુવાન માટી નીચે દબાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું. જે તે દિવસે યુવકના મોતને લઈ બુહારીમાં ચક્કાજામ પણ થયો હતો. જે કેસમાં મંગળવારના રોજ મરણ જનાર યુવકના ઘરે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માજી ધારાસભ્ય પુનાજી ગામીત અને વ્યારાના આગેવાન સિધ્ધાર્થ ચૌધરી દ્વારા મૃતકના ઘર ભોજપુરનજીક જઈ પરિવાર જનો આશ્વાસન આપ્યું હતું.