ડૉ. ભીમરાવ આંબેડકર વઢિયાર વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ, સિઝન-2ની ફાઇનલ મેચમાં કેસીસી રોયલને હરાવીને મનવીર ઇલેવન ચેમ્પિયન બની હતી. યુવાનોમાં એકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને વ્યસન મુક્ત બની, શિક્ષણ ક્ષેત્રે આગળ વધી દેશ અને સમાજને ઉપયોગી થાય એ ઉ
.
સીઝન બોલ ઉપર આયોજિત ચાર દિવસીય ટુર્નામેન્ટની ફાઇનલ કેસીસી રોયલ અને મનવીર ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં કેસીસી રોયલે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 135 રન કર્યા હતા. જવાબમાં મનવીર ઇલેવન દ્વારા 19.2 ઓવરમાં રનનો ટાર્ગેટ પૂર્ણ કરી ચેમ્પિયન બની હતી. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ રોય સોલંકી રહ્યા હતા. ટુર્નામેન્ટનું આયોજન રમેશ રાઠોડ, કાંતિભાઇ નાયકિયા, મનોજ સમશેરા તેમને વઢિયાર વણકર સમાજના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ દેખાવ કરનારા બેસ્ટ બેસ્ટમેન, બોલર અને ફિલ્ડરને પણ ટ્રોફી આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે વઢિયાર વણકર સમાજના મનુભાઈ રાઠોડ, કિરીટભાઈ વણકર, મનસુખભાઇ, શાંતિલાલ વણકર, આલાભાઇ શમશેરા, કોમેન્ટેટર મુન્નાભાઈ મોટીચંદુર, બાબુભાઇ નાયકિયા, જીગ્નેશ વણકર, અમિત વાઘેલા, કુલદીપ વરાણા, હેરીભાઈ રાફુ, સતીશ રાઠોડ ગાજદિનપુરા, મુકેશ રણબંકા, રોહિત વણકર, દિનેશભાઇ ચૌહાણ તેમજ વણકર સમાજના આગેવાનો હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.