વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ચાલી રહી છે. જેમાં આવતીકાલે ઈન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મેચ રમાવાની છે. જેને લઇને આજે ઈન્ડિયા માસ્ટર્સની ટીમે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હ
.
મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ડિયા માસ્ટર્સની નેટ પ્રેક્ટિસ આજે બપોરે અઢી વાગ્યા આસપાસ ઇન્ડિયા માસ્ટર્સની ટીમ વડોદરા શહેરના મોતીબેગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગઈ હતી અને સતત બે કલાક સુધી ટીમે પ્રેક્ટિસ કરી હતી. જ્યાં સચિન તેંડુલકરના ચાહક સુધીર ગૌતમ તિરંગા સાથે પહોંચી ગયા હતા અને ટીમ ઇન્ડિયાને ભારત માતા કી જય કહીને સપોર્ટ કર્યો હતો અને શંખનાદ પણ કર્યો હતો.
કાલે વડોદરામાં ભારત-ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે જંગ આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે અને આવતીકાલે વડોદરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે રોમાંચક મેચ થવાની છે. જેને લઈને પણ વડોદરા શહેરના ક્રિકેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડશે.

સેમી ફાઈનલમાં દાવો મજબૂત કરવા મેદાનમાં ઉતરશે ઈન્ડિયા માસ્ટર્સની ટીમે તેની શરૂઆતની ત્રણેય મેચ જીતી છે. જેમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમને માત આપી હતી અને હવે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે આવતીકાલે 5 માર્ચના રોજ જંગ થશે અને સેમી ફાઈનલનો દાવો મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જેના માટે આજે સતત બીજા દિવસે ઈન્ડિયા માસ્ટર્સની ટીમે નેટમાં ખૂબ મહેનત કરી હતી. ભારતની ટીમ હવે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે પણ રમશે.

ઈન્ડિયા માસ્ટર્સ ટીમ
- સચિન તેંડુલકર
- અંબાતી રાયડુ
- યુવરાજસિંહ
- યુસુફ પઠાણ
- ઈરફાન પઠાણ
- સ્ટુઅર્ટ બિન્ની
- ધવલ કુલકર્ણી
- વિનય કુમાર
- શાહબાઝ નદીમ
- રાહુલ શર્મા
- નમન ઓઝા
- પવન નેગી
- ગુરકીરત સિંહ માન
- અભિમન્યુ મિથુન

60 કિક્રેટર માસ્ટર લીગમાં રમી રહ્યા છે વડોદરામાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમી રહી છે. જેમાં સચિન તેડુંલકર, યુવરાજસિંહ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમી રહ્યા છે.
ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગની વડોદરાની મેચોનું શિડ્યુલ
- 5 માર્ચ- ભારત અને ઓસ્ટ્રેલિયા
- 6 માર્ચ- શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ
- 7 માર્ચ- ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા