રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રીજેશ કુમાર ઝા તથા અધીક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર ડો.પાર્થરાજસિંહ ગોહીલ – ક્રાઇમ અને સ્પેશીયલ બ્રાંચનાઓએ સાયબર ફ્રોડના ગુનાઓમાં કમર કસી છે ત્યારે અરજદાર સાહિલ ચેતનભાઈ ભીમાણી નાઓના બનાવટી ઓનલાઈન મે
.
ગળાફાંસો ખાઇ લેતાં મહિલાનું મોત રાજકોટના પિરવાડી પાસે રિદ્ધિ સિદ્ધિના નાળાથી આગળ શ્યામ સુંદર પાર્ક શેરી નંબર-3માં રહેતા 44 વર્ષીય વસંતબેન મયુરભાઈ બાલાસરા આજે બપોરે 12.47 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્વામિનારાયણ મંદિરમાં પ્રદક્ષિણા કરતા ભક્તનો પાળી પર રાખેલો મોબાઇલ ચોરાયો રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે વાલકેશ્વર સોસાયટી શેરી નંબર 6 માં રહેતા અને કડિયા કામ કરતા દિલીપભાઈ મકવાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ મુજબ, ગત તારીખ 15 જાન્યુઆરીના સાંજે 7 વાગ્યે કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને તે દરમિયાન પ્રદક્ષિણા ફરી રહ્યા હતા ત્યારે ચાલીની પાળી પર મોબાઈલ રાખ્યો હતો જે અજાણયો શખ્સ ચોરી ગયો હતો.
અજાણ્યા વાહન અડફેટે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત રાજકોટમાં રામધણ પાસે ઘનશ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 3 માં રહેતો દર્શન ભાલોડી નામનો યુવાન ગત તા. 3 જાન્યુઆરીના રાત્રિના 8.30 વાગ્યા આસપાસ 150 ફૂટ રીંગ રોડ ઉપર મવડી ચોકડી બ્રિજ પરથી બાઈક લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જેથી તેમના પિતા બાવનજીભાઈ ભાલોડીએ માલવિયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી રાજકોટના હનુમાન મઢી ચોક પાસે હીરામનનગર શેરી નંબર 3 માં રહેતા અને ત્યાં જ શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર ધરાવતા 76 વર્ષિય મહિપતસિંહ વાળાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે શેરીમાં જ રહેતા મિહિર અને અબ્દુલભાઈ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી. જેથી સૌપ્રથમ અબ્દુલભાઈ ના પત્ની નઝમાબેન અને મોમીનબેન 18 જાન્યુઆરીના દુકાન પાસે આવ્યા હતા અને ગાળો બોલી હતી અને દુકાનમાંથી બહાર નીકળ મારી નાખવા છે તેમ કહી ધમકી આપી હતી તેવામાં અબ્દુલભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જીયાણા ગામના ખેતરના કુવામાં નવજાત શિશુનો મૃતદેહ ફેકાયો રાજકોટના એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટથી 12 કિલોમીટર દૂર જીયાણા ગામની સીમમાં શૈલેષભાઈ લીંબાસીયાના ખેતરમાં આવેલા કૂવામાં અજાણ્યો શખ્સ 1 થી 2 દિવસની નવજાત બાળકીનો મૃતદેહ ફેંકી ગયો હતો. જોકે આ મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવેલી છે અને તેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.