6 દિવસમાં રાહુલ ગાંધી ફરી આજે ગુજરાતમાં
.
આજે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. તેઓ જિલ્લા, મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરશે. આવતીકાલે મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મેના પ્રથમ સપ્તાહમાં બોર્ડનું પરિણામ આવી શકે
આ વર્ષે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ ધો.10 અને 12નું પરિણામ આવી શકે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલું આવે તે માટે મહેનત કરી રહ્યા છીએ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
લૂંટના ઈરાદે આવેલા છ આરોપીની ધરપકડ
મુંબઈથી સુરત લૂંટના ઈરાદે આવેલા છ આરોપીની પોલીસે ધરપકડ કરી. લૂંટારાઓના ટાર્ગેટ પર શ્રી રામ ટ્રાવેલ્સની બસ હતી. જેમાં આંગડિયા પેઢીના પાર્સલ અને હીરાના પાર્સલ જાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
આગ લાગતા ગેસ સિલિન્ડરમાં મોટો બ્લાસ્ટ
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી. આ દરમિયાન ગેસ સિલિન્ડરમાં મોટો બ્લાસ્ટ થયો. જો કે આ ઘટનામાં લોકો અને ફાયરકર્મીઓનો આબાદ બચાવ થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ગટરો ઉભરાતા રસ્તાઓ પાણી પાણી થયા
અમદાવાદના નિકોલમાં છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાતા રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા. ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ટ્રકે બે બાઈકને અડફેટે લીધા, એકનું મોત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બે બાઈકને અડફેટે લીધા. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
વડોદરામાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત
વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. પાણીનું ટેન્કર ધોબીની લારીમાં ઘૂસી જતા દંપતીનો જીવ માંડ માંડ બચ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો