આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી કોમ્પ્યુનીટી હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે કેમ્પ
.
કેમ્પ દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, રક્તદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને દરેક સક્ષમ વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત રક્તદાન કરવું જોઈએ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલે સ્વૈચ્છિક રક્તદાનને માનવ કલ્યાણનું શ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા રક્તદાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સફળતાએ સામાજિક જવાબદારી અને માનવસેવાની ભાવનાને પ્રોત્સાહિત કરી, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.