વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની મોડી રાત્રીએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. ઘેટિયા સહિતની પોલીસ ટીમે પોલીસ મથક તાબાના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરી સઘન બનાવી હતી. વાહન ચેકિંગ દરમિયાન નાના મોટા તમામ વાહનો તપાસ કરવામાં આવ્યા હતા. જ્યાર
.
પોલીસ ચેકિંગમાં વાહન સંબંધિત દસ્તાવેજની અછત, વાહનના રજીસ્ટ્રેશન નંબર સાથે ચેડાં, શંકાસ્પદ વસ્તુની અવરજવર અંગે પૂછપરછ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સાંજ થી મોડી રાત સુધી કરાયેલી કામગીરીને લઈને વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસ કાર્યવાહી હોવાનું જાણીને અમુક વાહનચાલકોએ તો પોતાનો રસ્તો જ બદલી દીધો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.બી ડિવિઝન પોલીસે રાધનપુર ચોકડી,કમળ પથ,મોઢેરા ચોકડી પર મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખી વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.જેમાં 3 ત્રણ જેટલા વાહન ચાલકો નસો કરેલ હાલતમાં ઝડપાયા હતા.