જામનગરમાં સ્મશાન પાસે આધેડને બે શખ્સોએ આંતરી વાહન અથડાવ્યાનું કહી માર મારી ગાળો ભાંડી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વેપારીએ હિંમત દાખવી વાહન પેટ્રોલપંપ સુધી લઇ જતા બંને શખ્સો ફરાર થઇ ગયા હતાં. શહેરમાં રવિવારે બપોરે પોણા બાર વાગ્યાની આસપાસ એક આધેડ
.
આટલું જ નહીં બંને શખ્સો આધેડના સ્કુટરમાં પાછળ બેસી ગયા હતા અને હાલ અમે તારી સાથે આવીએ છીએ તેમ કહીને નાગનાથ ગેટ પોલીસ ચોકીથી અંબર ચોકડી બાજુ પહેલાં રોંગ સાઈડમાં લઈ ગયા હતાં. આ દરમ્યાન પાછળ સ્કુટરમાં બેસીને બળજબરીથી નિર્જન જગ્યા બાજુ લઈ જવા લાગ્યા હતાં. પરંતુ આધેડે હિંમત કરી સ્કુટર પેટ્રોલ પંપ પાસે લઈ ગયા હતા અને ત્યાં દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતાં. ત્યારબાદ બંને શખ્સોએ બીજા સ્કુટરમાં બે વ્યકિત અને એક છોકરીને સાથે બેસાડીને ફરાર થઇ ગયા હતાં. આ બનાવથી આધેડ હેબતાઇ ગયા હતાં. આ ટોળકી દ્રારા જનતાફાટકથી સ્મશાન ચોકડી સુધી આ રીતે લૂંટ ચલાવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.