રાજકોટ5 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટની મધ્યમાં આવેલા ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધી ભારે ટ્રાફિક રહેતો હોય વારંવાર ટ્રાફિકજામ થવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા નિવારવા માટે મનપા દ્વારા ત્રિકોણબાગ ચોકથી માલવીયા ચોક સુધીનાં લાખાજીરાજ માર્ગની બન્ને બાજુ દોઢ-દોઢ મીટર કપાત કરીને આ રસ્તો પહોળો કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કપાત અસરગ્રસ્તો સાથે મ્યુ. કમિશ્નરની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહદઅંશે બધા સહમત હોવાથી ટૂંક સમયમાં આ માટે આગળની કામગીરી હાથ ધરાશે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્ત મુકવામાં આવશે.
લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની કપાત બાદ સરેરાશ 23 મીટરનો રસ્તો