વસ્ત્રાપુર સ્થિત શિલ્પ શાલિગ્રામ સોસાયટીમાં ઈન્સાઇટ સીરિઝ અંતર્ગત ફાઇનલ પરીક્ષાઓ પહેલાંના મહત્ત્વના સમયમાં “માઈન્ડ ઓવર માર્ક્સ” શિર્ષક હેઠળ વધુ એક સત્રનું આયોજન થયું હતું. જેમાં ઑફલાઇન તેમજ ઑનલાઇન પ્રેક્ષકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ સત્
.
આ કાર્યક્રમમાં દિવાન બલ્લુભાઈ સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના પ્રિન્સિપલ ડૉ. અલ્કા સપરે અને વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોફેસર અમિત અગ્રવાલ એમ બે વક્તાઓએ પોતાના વિચારો શેર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને સ્માર્ટ પ્લાનિંગ, સ્ટ્રેસ-ફ્રી તૈયારી, ધ્યાન વધારવું, મોટિવેશનને મજબૂત બનાવવું અને પેરેન્ટલ ગાઇડન્સ વગેરે જેવી બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે સ્માર્ટ પ્લાનિંગ અંગે અભ્યાસ અને આરામ વચ્ચે સંતુલન સાધવા માટે સમય વ્યવસ્થાપનના વ્યાવહારિક ઉપાયો જણાવ્યા હતા, જ્યારે પરીક્ષાઓના દબાણ દરમિયાન શાંતિ અને સ્થિરતા જાળવવાના માર્ગો. જણાવી સ્ટ્રેસ-ફ્રી તૈયારી કરવા અંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. તેમણે મગજને એકાગ્ર રાખવા માટેના ઉપાયો, લક્ષ્ય તરફ આગળ વધવા માટેની રીતો તથા માતાપિતાઓ માટે બાળકોને તેમનાં શૈક્ષણિક મુસાફરીમાં અસરકારક રીતે સમર્થન આપવા માટેના સ્ટ્રેટેજી સમજાવી હતી.
શિલ્પ શાલિગ્રામ ઈન્સાઇટ સીરિઝ વિશે… શિલ્પ શાલિગ્રામ ઈન્સાઇટ સીરિઝ એ શિલ્પ શાલિગ્રામ સોસાયટીના પાંચ રહેવાસીઓની એક પહેલ છે. આ સભ્યો વિવિધ વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવે છે અને માને છે કે દરેક વ્યક્તિમાં કોઈક અનન્ય પ્રતિભા છે. તેમની દ્રષ્ટિએ આ પ્રતિભાનો ઉપયોગ અન્ય લોકોને કૌશલ્ય અને જ્ઞાનમાં મદદ કરવા માટે થાય, જે સમાજ પર સકારાત્મક અસર મૂકી શકે. આ સત્ર માટે પ્રેક્ષકોએ સમયસૂચક માર્ગદર્શન અને પ્રેરણા માટે પ્રશંસા વ્યક્ત કરી, જે ફાઇનલ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને મનોસ્નાન અને શૈક્ષણિક રીતે તૈયાર કરવામાં મદદરૂપ બન્યું.