સુરતમાં છેલ્લાં બે વર્ષથી ગુમ હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીના કેસમાં નવી પ્રગતિ થઈ છે, જેમાં સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે લાલગેટ પોલીસ સ્ટેશનને તપાસ કરવાનો હુકમ કર્યો છે. આ આદેશ ચૌધરીની પત્ની દ્વારા દાખલ અરજીના આધારે કરવામાં
.
18મી ઓગસ્ટ પછી તેમનો કોઇ સંપર્ક થયો નથી મિથુન ચૌધરી 13મી ઓગસ્ટ, 2022ના રોજ લાપતા થયા હતા. તે દિવસથી તેઓ નોકરી પર હાજર થયા બાદ પરત ફર્યા નથી. કેસના અનુસંધાને, તેમને CDR (કોલ ડેટા રેકોર્ડ) ચોરીના મામલામાં બે દિવસ માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી 18મી ઓગસ્ટ સુધી તેમની પત્ની સાથે ટેલિફોન પર વાતચીત થઈ હતી. તેઓએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમને ભારે માનસિક ટોચરનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ, 18મી ઓગસ્ટ પછી તેમનો કોઇ સંપર્ક થયો નથી.
દર મહિને કેસની તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કોર્ટના આદેશ મુજબ, આ કેસમાં હાલ ડીસીબી (ડિટેક્ટિવ ક્રાઈમ બ્રાંચ)ની દેખરેખ હેઠળ તપાસ જરૂરી ગણાવવામાં આવી છે. ડીસીબી કક્ષાના અધિકારીને દર મહિને આ કેસની તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ મુદ્દા અરજી દરમિયાન, કોર્ટે નોંધ્યું કે મિથુન ચૌધરીને લાસ્ટ વખત દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જે બાદ તેમની પર માનસિક દબાણની ફરિયાદો ઊભી થઈ છે. આ ઘટના પર પૂરતી તપાસ ન થતી હોવાની ફરિયાદ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. લાલગેટ પોલીસ સ્ટેશનને હવે આ કેસમાં કાર્યક્ષમતા વધારવી પડશે અને દરમહિને અહેવાલ રજૂ કરવો પડશે.મિથુન ચૌધરીના લાપતા થવાના પ્રકરણને કારણે તેમના પરિવાર માટે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. હવે કોર્ટના આદેશના પગલે તપાસમાં નવી દિશા મળશે એવી આશા છે.