આજની સંકલન સમિતિમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં RTI કરી ખાનગી માલિકીની મિલ્કતના બાંધકામ, રીપેરીંગ કામ કે અન્યની માહિતી મેળવી, મિલ્કતના ફોટા પાડી લોકોને ડરાવવાનો, અધિકારીઓ ઉપર દબાણ લાવી મિલ્કત તોડી પાડવાની ધમકી આપી ખંડણી માંગનારાઓ સામે પગલાં લેવાની રજૂઆત
.
RTI કરી ખાંડની માંગનારાઓ સામે થયેલી કાર્યવાહીની પ્રશંસા કરી આજની સંકલન સમિતિમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયાએ કતારગામ ઝોન, સંગીતા પાટીલે લિંબાયત ઝોન અને સંદિપ દેસાઈએ ઉધના ઝોન-2માં RTI કરનારના વિરૂદ્ધમાં કાર્યવાહી કરવા રજૂઆત કરતાં પોલીસ કમિશનરે આ રજૂઆતને ગંભીરતાથી લઈ સુરત મહાનગરપાલિકાના ઝોનલ ઓફિસર અને પોલીસના ઉચ્ચ અધિકારી સાથે મીટીંગ કરી આવા ખંડણીબાજ RTI કરવાવાળાઓનું લિસ્ટ બનાવી ભોગ પામનાર વ્યક્તિઓ પાસે ફરિયાદ કરાવી તમામ ઉપર સત્વરે કાયદેસરના પગલાં લેવાની સૂચના ઝડપથી આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. અત્યાર સુધી જે કામગીરી થઈ છે તેમની પ્રશંસા કરી હજી આવા તત્વોને શોધી કાઢવા માટે રજૂઆત કરી હતી.
ટ્રાફિકની સમસ્યા માટે વૈકલ્પિક રસ્તો શોધવા માંગ ધારાસભ્ય અરવિંદ રાણાએ ગોપી તળાવથી નવસારી બજાર જવાના રસ્તા પર ખૂબ જ ટ્રાફિક હોવાથી ચાર વિકલ્પોનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. તે સિવાય વિકલ્પ માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્યો, વોર્ડના કોર્પોરેટરો સાથે મળીને સ્થળ પર મુલાકાત લીધી. ગોપી તળાવની દિવાલથી નવસારી બજારની પાછળના ભાગથી પૂતળી સુધીનો નવો વૈકિલ્પક રસ્તો શહેરીજનોને મળી શકે તે અંગે સ્થળ તપાસ કરી નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું .ગોપી તળાવને અડીને દીવાલથી નવસારી બજારની દુર્લભજી ફરસાણવાળી લાઈનના પાછળના વિસ્તારના હયાત દબાણવાળા રોડને પુનઃજીર્વિત કરી આ રસ્તાને પૂતળી સુધી લંબાવી નવસારી બજારના વૈકલ્પિક નવો રસ્તો કરી શકાય તેમ છે. તે અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ છે. નવસારી બજારથી પૂતળી સુધીના રસ્તાને એક માર્ગીય રસ્તો જાહેર કરવા વૈકલ્પિક આજુબાજુના રસ્તા અંગે યોગ્યતા તપાસી જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.