એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનને એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોબાઈલ બોરતળાવ વિસ્તારમાં મોબાઈલની નાની દુકાન ધરાવતા વ્યક્તિનો છે. દુકાનદાર બજારમાંથી મોબાઈલનો સામાન ખરીદીને પરત ફરત
.
આ ટ્રાફિક જવાન અશોકભાઈ હીરાભાઈ મકવાણા અગાઉ પણ આવા સરાહનીય કાર્યો કરી ચૂક્યા છે. કોરોનાકાળ દરમ્યાન તેમણે એક ફ્રૂટ વેન્ડરના રસ્તા પર પડેલા ₹44,000 શોધીને પરત કર્યા હતા. વધુમાં, તેમણે બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ તેમના માલિકોને પરત કર્યા હતા.
તાજેતરમાં જ, સર ટી. હોસ્પિટલ પાસે એક વયોવૃદ્ધ માટલાની લારી લઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની લારી ખાડામાં પડી જતાં માટલા તૂટી ગયા હતા. અશોકભાઈએ રડતા વૃદ્ધને સાંત્વના આપી અને આર્થિક મદદ કરી હતી. આ સરાહનીય કાર્યો બદલ ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.