મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા, તાલુકા અને શહેરમાં વિવિધ હોદાઓ ઉપર હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ મનોજ સોરઠીયા, કૈલાશદાન ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવ પટેલએ વિચાર વિમર્શ કરીને આવનારા ચ
.
જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે દિવ્યેશ જયંતિભાઈ મગુનીયા, જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે રમેશ બાલુભાઈ સદાતીયા અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે દલસુખ કેશવભાઈ વડગાસીયાની વરણી કરવામાં આવેલ છે અને મોરબી તાલુકા પ્રમુખ તરીકે જલ્પેશ વિનોદભાઈ ઘોડાસરાની વરણી કરી છે. તો મોરબી શહેર આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ તરીકે પલવરાય હર્ષદરાય રાવલની વરણી કરી છે.