મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મચ્છીપીઠ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મહાપાલિકાએ દુકાનોના થડા, ઓટલા અને છાપરા સહિતના દબાણો દૂર કર્યા છે.
.
કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ચાર મહિનામાં શહેરના મુખ્ય માર્ગો પરથી 700થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે.

મહાપાલિકા બન્યા બાદ કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોના સમાધાન માટે પ્રથમ સપ્તાહથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કમિશનર ખરેએ જણાવ્યું કે, જ્યાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યાં ફરીથી દબાણો ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે ચેતવણી આપી કે જો કોઈ ફરીથી દબાણ કરશે તો તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે. મહાપાલિકાની આ કામગીરી હજુ પણ ચાલુ રહેશે.