રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણૂક બાદ હવે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મવડી મંડળ દ્વારા આ વખતે કોઈ વય મર્યાદા રાખવામાં ન આવતા ક્યાંક કાર્યકર્તા અને આગ
.
જૂના જોગીઓ સહિતના 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે આજે દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.
મુકેશ દોશી, રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ.
આવતીકાલે સંકલન બેઠક મળશે આ ફોર્મ સ્વીકારવા માટે ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાની અને મુકેશ લંગાળીયા રાજકોટ આવી પહોંચ્યા હતા, જેમના દ્વારા આજે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. આવતીકાલે સંકલન બેઠક મળશે, જેમાં નિરીક્ષકો ચર્ચા કરી પ્રદેશ મવડી મંડળ ખાતે પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની પસંદગી કરવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના જૂથના અડધો ડઝન દાવેદારોએ નોંધાવી ઉમેદવારી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંગઠન લેવલે કેન્દ્રીય માવડી મંડળ દ્વારા જવાબદરી આપવાનું શરૂ કર્તાની સાથે જ ફરી રાજકોટમાં રૂપની જૂથ સક્રિય બન્યું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દાવેદારીમાં આજે અડધો ડઝન જેટલા રૂપાણી જૂથના લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ધર્મેન્દ્ર મીરાણી, રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, ડો.પ્રદિપ ડવ, શૈલેષ જાની, દિવ્યરાજસિંહ ગોહિલ, નીતિન ભૂત અને જે. ડી. ડાંગરનો સમાવેશ થાય છે.
વર્તમાન પ્રમુખ રિપીટ થાય તેવી શક્યતાઓ રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશ દોશીને રિપીટ કરવામાં આવે તેની પાછળના કારણો જોવામાં આવે તો તેમાં મુખ્યત્વે તેઓને શહેર ભાજપ પ્રમુખ બનાવાયાને માત્ર દોઢ વર્ષનો જ સમય થયો છે. સાથે સંગઠનમાં તેમની કામગીરી સારી હોવાથી મુકેશ દોશીને રિપીટ કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ જોઈએ તો રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પણ 2026 ફ્રેબુઆરીમાં યોજાનાર હોવાથી નવા શહેર ભાજપ પ્રમુખ માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર બની શકે છે. ત્યારે આ સમીકરણ જોતા પણ વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. રાજકોટ જિલ્લામાં પણ વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવે તેવી પુરી શકયતા સેવાઈ રહી છે.
ઉદય કાનગડ, પ્રદેશ ચૂંટણી નિરીક્ષક.
જિલ્લા-મહાનગરોના મળી 41 પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાઃ પ્રદેશ ભાજપ ચૂંટણી નિરીક્ષક પ્રદેશ ભાજપ ચૂંટણી નિરીક્ષક ઉદય કાનગડે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વના ભાગ રૂપે છેલ્લા 3 મહિનાથી પ્રાથમિક સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં 1.19 કરોડથી વધુ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવામાં આવ્યા સક્રિયતા સદસ્યતા અભિયાનમાં એક લાખ કરતા વધુ સક્રિય સભ્ય બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 580 મંડળની રચના કરવામાં આવી. 50,000થી વધુ બૂથમાં બુથ સમિતિની ઉત્સાહભેર ગઠન કરવામાં આવ્યું છે. મંડળના અધ્યક્ષોની વર્ણી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ જિલ્લા અને મહાનગરોમાં મળી કુલ 41 પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઇ છે. આ ફોર્મ ભરાયા પછી ચૂંટણી અધિકારીઓ દ્વારા અપેક્ષિતોની યાદી પ્રદેશ માવડી મંડળ સુધી આપવામાં આવશે અને પછી પ્રદેશમાં પ્રક્રિયા થશે તેમજ ટૂંક સમયમાં અભ્યાસ કરી જિલ્લા અને મહાનગરોની સંગઠનોની નિમણુંક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.