નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસના આ કોન્સર્ટમાં બે લાખથી વધુ લોકો આવવાના છે. જેના પગલે શહેર પોલીસે સુરક્ષાનો એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ તથા 3581 હેડ ક
.
બપોરે 12.30થી જનપથ ટી-મોટેરા સુધીનો તથા કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રોડ બંધ
પોતાનું વાહન લઈને આવતા હોય તો કઈ રીતે પહોંચવું? 25 અને 26 જાન્યુઆરીના દિવસે બપોરના 12.30 વાગ્યાથી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો આવતો- જતો માર્ગ વાહન વ્યવહારોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. જ્યાં સુધી કોન્સર્ટ પૂરો ના થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવર જવર માટે પ્રતિબંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતની રહેશે સ્ટેડિયમથી 2.5 કિલોમીટર સુધીમાં કુલ 14 પ્રાઈવેટ પાર્કિંગ ઊભા કરાયા છે. જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાહન પાર્ક કરી શકશે. આ 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર બે પાર્કિંગ પ્લોટ વીઆઈપી તથા વીવીઆઈપી માટે રખાયા છે. જ્યારે બાકીના 12 પેક્ષકો માટે રખાયા છે. 14 પ્લોટમાં 16 હજાર વાહનની કેપેસિટી. સ્ટેડિમ પહોંચવા મેટ્રો સૌથી સારો વિકલ્પ શહેરના કોઈ પણ મેટ્રો સ્ટેશનેથી મેટેરા મેટ્રો સુધી પહોંચી શકે છે. જેથી બહારથી આવતા લોકો માટે મેટ્રો ઉત્તમ વિકલ્પ રહેશે. મોટેરા મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટ નંબર 1 થી 300 મિટર દૂર છે. જેથી મેટ્રોમાં આવતા લોકો મોટેરા મેટ્રે સ્ટેશન ઉતરીને ભીડના કારણે 300 મિટર 10 મિનિટમાં ચાલીને ગેટ સુધી પહોંચી શકશે. મેટ્રોની ટિકીટ અમદાવાદ મેટ્રોની એપ્લિકેશન પરથી ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે. દર 7 મિનિટે મેટ્રો મળશે. ગુરુવારે મેટ્રો પ્લાન જાહેર કરશે.
સ્ટેડિયમની અંદર 60 ફાયર માર્શલ ખડેપગે રહેશે, દરેક પ્રકારના જોખમ સામે તૈયારી
મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા કોલ્ડપ્લેના આયોજકોને જણાવાયું છે કે 60 ટ્રેન્ડ ફાયર માર્શલની વ્યવસ્થા કરવામાં આવે. જેથી કોઈપણ સંજોગોમાં લોકોને બચાવી શકાય. અને કોલ્ડપ્લેના આયોજક દ્વારા ફાયર સેફ્ટી ઓડિટ રિપોર્ટ પણ મ્યુનિ.નો સોંપવામા આવે. ફાયર અલાર્મ સિસ્ટમ લગાવાય જેથી કોઈપણ સંજોગોમાં ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમ વડે સિગ્નલ આપી શકાય. બહાર નીકળવાના તમામ દરવાજાઓ ખુલ્લા હોવા જોઈએ. ટેમ્પોરેરી સ્ટ્રક્ચરને ફાયરથી બચાવી રાખવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ. જ્વલનશીલ પદાર્થોને સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરવો. ટેમ્પોરેરી ધોરણે કરવામા આવેલ ઈલેક્ટ્રિકલ વાયરિંગની પણ પૂરતી ચકાસણી કરવામાં આવે. ખાવાની વાગનગીએ બનશે ત્યાં પણ પૂરતી ફાયરસેફ્ટીને લગતી સુવિધાઓ વિકસાવવી. ફાયરફાઈટિંગમાં વપરાતા પાણીનો પ્રવાહ પુરતો હોવો જોઈએ. સુરક્ષા જવાનો અને ફાયર સેફ્ટીના લોકો જોડે સરખો સંકલન રાખી કામગીરી કરાય. ક્ષમતાથી વધારે લોકોનો સમાવેશ ન કરાય. એડવાન્સ મોનિટરિંગ સિસ્ટમ સાથે કમાન્ડ સેન્ટર બનાવાય. જેથી આયોજકો દ્વારા પણ આ જ રીતે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.