જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાના સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ આપઘાત કરી લીધો હતો. ઘટનાના જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઘરકંકાસમાં પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું
.
પોલીસે તપાસ હાથ ધરી જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આપઘાતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સુમરા ગામમાં રહેતી પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને ધ્રોલ સીએચસી ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ઘરકંકાસનાં કારણે પગલુ ભર્યાનું અનુમાન આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘરકંકાસનાં કારણે મહિલાએ પોતાના સંતાનો સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મહિલાએ બે પુત્રો અને બે પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. એક સાથે પાંચના મોત થતાં સુમરા ગામમાં ચકચાર મચી ગઈ છે.

મૃતકોના નામ ભાનુબેન જીવાભાઈ ટોરિયા, ઉંમર 32 વર્ષ આયુષ જીવાભાઈ ટોરિયા, ઉંમર 10 વર્ષ આનંદીબેન ટોરિયા, ઉંમર 4 વર્ષ આજુબેન ટોરિયા, ઉંમર 8 વર્ષ ઋત્વિક ઉંમર 3 વર્ષ






